PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
એક અધિકારીએ જણાવ્યું કે પીએમ મોદી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મત્સ વિજ્ઞાનના બે કોલેજનું ઉદ્ધાટન કરશે. તેમણે જણાવ્યું કે પીએમ મોદી જૂનાગઢ પાસે પોલીસ ટ્રેનિંગ કોલેજના મેદાનમાં એક સભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.
વલસાડના કલેક્ટરે જણાવ્યું કે નવા કાર્યક્રમ મુજબ વલસાડમાં એક કાર્યક્રમમાં પીએમ મોદી આવાસ યોજના માટે બનાવવામાં આવેલા 2 લાખ ઘરોને લાભાર્થિઓને સમર્પિત કરશે. ત્યારબાદ આજ સ્થળ પર વિજળી યોજનાનું ભૂમિપૂજન પણ કરશે. આ યોજના ધર્મપુર અને કપરાડા તાલુકાના લોકો માટે છે. તેમણે જણાવ્યું કે મોદી વલસાડમાં એક જનસભાને સંબોધિત કરશે. બાદમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં એક નવા હોસ્પિટલ સહિત ઘણી પરિયોજનાનું ઉદ્ધાટન કરશે.
પ્રધાનમંત્રી પહેલા 20 જૂલાઈના ગુજરાત પ્રવાસ પર આવવાના હતા પરંતુ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવશે. અધિકારીએ જણાવ્યું કે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પીએમ મોદી એક દિવસના પ્રવાસમાં ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે.