✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દ્વારકા મંદિરે PM મોદીએ આરતી ઉતારીને કરી પૂજા, દાનપેટીમાં કર્યું દાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2017 10:03 AM (IST)
1

દ્વારકા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરપોર્ટથી દ્વારકા પહોંચ્યા હતાં. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને પાદુકાનું પણ પૂજન કર્યું હતું. જ્યારે શીશ ઝૂકાવીને આરતી ઉતારીને પૂજા કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે દાન પેટીમાં નરેન્દ્ર મોદીએ દાન કર્યું હતું. જ્યારે મંદિરની બહાર આવતાં જ મોદીને મળવા માટે લોકો દોડી આવ્યા હતાં જ્યાં મોદી તમામને હાથ મીલાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ એક મહિના ત્રણવાર ગુજરાતની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદી અનેક વખત દ્વારકાની મુલાકાત લઈ ચુક્યા છે જોકે આજે વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા.

2

સવારે દ્વારકા હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું ત્યાર બાદ જગતમંદિરે પહોંચ્યા હતાં જ્યાં દર્શન કર્યા હતાં ત્યાર બાદ કાર્યક્રમના સ્થળે પ્રસ્થાન કરશે. સવારે 11થી 12 દરમિયાન બ્રીજનું ખાતમુર્હત કરી જનમેદનીને સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનને પગલે દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

3

દ્વારકા મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને પાદુકાનું પણ પૂજન કર્યું. આજે નરેન્દ્ર મોદી યાત્રાધામ દ્વારકા સિગ્નેચર બ્રીજનું ખાતમુર્હત કરશે. પ્રધાનમંત્રીના આગમનને પગલે વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ છે તો એસપીજી અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. નરેન્દ્ર મોદી અનેક વખત દ્વારકાની મુલાકાત લઈ ચુક્યા છે જોકે આજે વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા.

4

દ્વારકામાં વડાપ્રધાન મોદી આજે સવારે બેટ દ્વારકા સીગ્નેચર બ્રિજનું ખાતમુહુર્ત કરશે. બ્રીજ બનતા બેટ દ્વારકા આવતા જતા પ્રવાસીઓને ફાયદો થશે. વડાપ્રધાન મોદીનું પબુભા માણેક ઓખાઈ પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવશે.

5

વડાપ્રધાન મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે બ્રીજ કેવો હશે તેનો સ્કેચ તૈયાર કરાયો છે. વડાપ્રધાનના આગમન પૂર્વે ચુસ્ત બંદોબસ્તને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.

6

  • હોમ
  • ગુજરાત
  • દ્વારકા મંદિરે PM મોદીએ આરતી ઉતારીને કરી પૂજા, દાનપેટીમાં કર્યું દાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.