અમદાવાદ: PM નરેન્દ્ર મોદીને સી-પ્લેનની સફર કરાવનાર વિદેશી પાયલટે શું કહ્યું, જાણો વિગતે
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે થવાનું છે. ત્યારે અમદાવાદમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના રોડને રદ્દ કરવામા આવ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલ સાબરમતી નદીમાં સી-પ્લેન મુસાફરી કરીને ધરોઈ ડેમ ખાતે લેન્ડિંગ કર્યું હતું ત્યાર બાદ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં.
સાબરમતીના જળમાં પહેલીવાર કોઈ હવાઈ જહાજ તરતું હતું. તેને જોઈને ઉપસ્થિત સૌ કોઈ રોમાંચિત થઈ ગયા હતા.
નરેન્દ્ર મોદી ધરોઈ જવા રવાના થાય તે પહેલા સી-પ્લેનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ખાતે ઉમટી પડ્યાં હતાં.
સ્પાઇસ જેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી સી-પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કરાયું હતું, જ્યાં કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સી-પ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મંગળવારે પીએમ મોદીએ સી-પ્લેનની મુસાફર કરી હતી. સાબરમતી નદીથી સવાર થઈને ધરોઈ ડેમ પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા.
પાયલટે જણાવ્યું હતું કે, ખુબ જ સુખદાયક અનુભવ હતો. મેં પીએમને સુરક્ષા સાથે જોડાયેલી અનેક બાબતો કહી. તે ખુબ જ સારા મુસાફર છે. સી-પ્લેનનો ઉપયોગ ઘણાં બધાં દેશોમાં કરવામાં આવે છે. તેને ભારતમાં લોકપ્રિય કરવું જોઈએ. ભારત પાસે તળાવ છે, નદીઓ છે અને દરિયાઈ ક્ષેત્ર પણ છે, એટલા માટે સી-પ્લેનનો ઉપયોગ ભારતમાં વધારે થવો જોઈએ.
નરેન્દ્ર મોદીને સી-પ્લેનના માધ્યમથી પાણી અને આકાશની મુસાફરી કરાવનાર પાયલટ એક વાત કહી હતી. સી-પ્લેનના વિદેશી પાયલટ જોન ગૌલેટે જણાવ્યું હતું કે, પીએમ મોદી ખુબ જ સારા મુસાફર છે.