અમદાવાદ: રાહુલ ગાંધીએ PM મોદી અને ભાજપ પર કર્યા પ્રહારો, રાહુલ ગાંધીએ જીતનો કર્યો દાવો, જાણો વિગતે
મંદિર જવા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું મંદિરમાં જઈને ગુજરાતનાં સારા ભવિષ્યની પ્રાર્થના કરી છે. મંદિર નથી જતો એ ભાજપે ભ્રામકતા ભેલાવેલી છે. ઉત્તરાખંડના મંદિરમાં અવાર-નવાર જાઉ છું. ગુજરાતની જનતાને પૂછીને નિર્ણયો લઈશું. અમે બંધારણ હેઠળ અનામત આપવાનો વાયદો પણ કર્યો છે. ગુજરાતમાં ચૂંટણી જીત્યા બાદ અનામત માટે પંચની રચના કરીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ જણાવન્યું હતું કે અમે ગુજરાતમાં દુકાનદારો અને વેપારીઓ માટે ખાસ જોગવાઈ લાવીશું. જ્યારે સરદાર પટેલ સ્વાસ્થ્ય યોજના પણ લાવીશું. અમે ગુજરાતના ખેડૂતોનું દેવુ માફ કરીશું. યુવાનોને રોજગારી આપીશું. ખેડૂતોને પાકનાં યોગ્ય ભાવ આપવામાં આવશે.
અમારી ટીમ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગુજરાતમાં કામ કરી રહી છે. જેમાં અમે ઘણાં ગુજરાતીઓને મળ્યા છીએ. જ્યારે તમામ વર્ગોના લોકો સાથે અમે મુલાકાત કરી. જ્યાં ઘણું બધું જાણવા મળ્યું છે. આ તમામ સાંભળ્યા પછી અમે ગુજરાત માટે વિઝન બનાવ્યું છે. ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ કર્યું.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મંદિરમાં ગુજરાતના સૂવર્ણ ભવિષ્યની પ્રાર્થના કરી છે. રાહુલ ગાંધીએ મોદી, અમિત શાહના પુત્ર જયેશ શાહ અને રાફેલ ડીલ કરપ્શન ઉપર બોલતા નથી. 22 વર્ષે ભાજપે એકતરફી વિકાસ કર્યો છે. ભાજપનાં ચૂંટણીના મુદ્દોઓ કેમ બદલાઈ રહ્યા છે. અમને સંપૂર્ણ પણે વિશ્વાસ છે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય થશે. નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કોંગ્રેસ અને પોતાની વાતો કરે છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શાબ્દીક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ગુજરાતની જનતાએ કોંગ્રેસમાં ભરોસો વ્યક્ત કર્યો છે. પહેલા તબક્કાના મતદાનમાં વોટિંગ પછી પાર્ટીની જીત સુનિશ્વિત થઇ છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો જબર્દસ્ત અંડર કરંટ છે. આ વખતે ભાજપ ગભરાઈ ગઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મંદિરોમાં જવાના પર પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિર જવું ખોટું છે? વડાપ્રધાન મોદી પણ રાહુલ ગાંધીના મંદિર જવાનો મુદ્દો ઉપર ચૂંટણી પ્રચારમાં ઉઠાવી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -