✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તારક મહેતાનાં પત્નિને મોદીનો પત્રઃ ટપુડો, દયાભાભી, જેઠાલાલ અનંતકાળ સુધી રહેવાનાં, બીજું શું લખ્યું? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2017 11:42 AM (IST)
1

તારકભાઇ એક તારાની જેમ આપણા સાહિત્યના આકાશમાં, આપણા દૈનંદિન જીવનમાં કાયમ માટે ટમટમતા રહેશે. હું મારી હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું અને લાખ્ખો ભાવકોની જેમ મારા એમની સાથે વીતાવેલી ક્ષણોનું સ્મરણ કરું છું.

2

સાહિત્યકારે સમાજોન્મુખી રહેવું જોઇએ એવો એક શબ્દધર્મ જાણે કે તારકભાઇ પ્રબોધી ગયા હોય એવું આજે અનુભવાય છે.તારકભાઇનું દુ:ખદ નિધન થયું છે, પણ સમાજમાં રહેલો ટપુડો, જેઠાકાકા, દયાભાભી, હિમ્મતલાલ જેવાં અનેક પાત્રો અનંતકાળ સુધી રહેવાનાં છે. આ પાત્રોમાં તારકભાઇ કોઇ ને કોઇ સ્વરૂપે જીવતા રહેવાના છે. આજે એમનું દુ:ખદ નિધન થયું છે, પણ આ ક્ષણથી એમનું સ્મરણપર્વ ચાલુ થાય છે.

3

તારકભાઇ આટલી બધી લોકપ્રિયતા હોવા છતાં ખૂબ જ નમ્ર અને સાહજિક વ્યક્તિ હતા. તેમનો આટલો મોટો વિશાળ ચાહક વર્ગ એમને આરામથી મળી શકતો હતો. દરેક ઉંમરના લોકો સાથે કલાકો સુધી ગપ્પાં મારતા અને બધાને ખડખડાટ હસાવતા. આજે આવા તારકભાઇ નથી એ અનેક લોકો માટે અંગત રીતે એક પ્રકારનો ખાલીપો પેદા કરે છે.

4

તારકભાઇની જે વિશેષતા છે તે એમનું સાતત્ય છે. ચિત્રલેખામાં ૪૫ વર્ષથી વધુ સમય સુધી આવી હાસ્યકોલમ લખવી અને એની ગુણવત્તા જાળવી રાખવી એ એક વિરલ ઘટના છે. એમની વિદેશયાત્રા અંગેનું પુસ્તક એમની આગવી અવલોકનશક્તિનો પરિચય કરાવે છે.

5

વળી એમણે પોતાના નાટ્યકાર તરીકેના બેકગ્રાઉન્ડને કારણે અભિનય ક્ષમ લખવાની જાગૃતિ રાખી છે. તેને કારણે તેમની 'તારક મેહતા કે ઉલ્ટે ચશ્મેં' સિરીયલ આખા ભારતમાં જ નહીં બલકે આખા વિશ્વમાં લોકપ્રિયતા પામી છે. તે અંગ્રેજી સેટાયર કે પેરોડી જેવા હાસ્યપ્રયોગોનો પણ સફળતાથી ઉપયોગ કરી શક્યા છે.

6

તારકભાઇનાં બીજાં પાત્રો પણ એ રીતે સર્જાયાં છે. બારીકાઇથી જોઇએ તો તારકભાઇ ગુજરાતી સમાજનું, ખાસ કરીને મધ્યમ વર્ગનું ચોકસાઇથી નિરીક્ષણ કરે છે અને એમાંથી હાસ્ય શોધી કાઢે છે. એમની કૃતિઓ આટલી બધી લોકપ્રિય થઇ એનું મુખ્ય કારણ એ વાસ્તવિકતાથી ખૂબ નજીક રહી છે તે છે. તારકભાઇએ પોતાનાં પાત્રોને વધુ અસરકારક રીતે હાસ્યકારક બનાવવા વ્યંગ કે બીજા સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત અલંકારોની સહાય લીધી છે.

7

તારકભાઇએ શરૂઆતમાં નાટકમાં હાથ અજમાવ્યો, પણ એમનું મૂળ ગોત્ર હાસ્યનું હતું. એટલે એમણે સ્વભાવને અનુકૂળ એવા ક્ષેત્રમાં જ અવિસ્મરણીય કામ કર્યું છે. એમના હાસ્યમાં સૂક્ષ્મ, સ્થૂળ હાસ્ય અનેક છટાઓમાં જોવા મળે છે. તારકભાઇની કથનશૈલીમાં નાટક (એમનો નાટ્યકારનો જીવ હોવાને કારણે) અને હાસ્યનું સુભગ મિશ્રણ જોવા મળે છે. ૧૯૭૧માંએ ટપુડાના પાત્રનું સર્જન કરે છે. ટપુડો એ એમને બાળપણમાં જે તોફાનો કે ટીખળ નથી કર્યાં તે જુદી રીતે પ્રગટ કરનારા પાત્ર તરીકે એ વિકાસ પામે છે. પરંતુ આપણે જોઇ શકીએ છીએ કે તારકભાઇના મનમાં તો એ સમાજમાં ચાલતી વિટંબણાઓ, માનસિક સંઘર્ષો રજૂ કરવાની ઇચ્છા હતી.

8

એમની આત્મકથાના છેલ્લા પ્રકરણમાં એક વાક્ય લખ્યું છે તે હું અત્યારે સ્મરું છું. 'મારી જિંદગીનું સરવૈયું એટલું જ, મેં લાખો માણસોને હસાવ્યા છે, એનો મને આનંદ છે. સમાપ્ત. (એક્શન રિપ્લે, ભાગ ૨, પાના નં.૨૩૭)' અહીં તારકભાઇએ જે સૌથી નાનું વાક્ય લખ્યું છે, તે છે 'સમાપ્ત'. આ એક વાક્યમાં એમની નિરપેક્ષ જીવનશૈલી, વાચકો અને ભાવકો પ્રત્યેની તેમની નિર્ભેળ નિષ્ઠા અને સ્પષ્ટવક્તા તરીકેની અણીદાર પ્રામાણિકતા પ્રગટ થાય છે.

9

મારે એમની સાથે અંગત સંબંધ હતો અને એટલે આજે વધારે દુ:ખની લાગણી અનુભવું છું. તારકભાઇનું વ્યક્તિત્વ અદભુત અને ઉમદા હતું. તે એક ખૂબ જ પ્રામાણિક માણસ હતા તે એમની આત્મકતા 'એક્શન રિપ્લે'ના બંને ભાગોમાં છલકાય છે. મને એમનું પારદર્શક વ્યક્તિત્વ એ માટે જ ખૂબ ગમતું હતું.

10

અમદાવાદઃ 1લી માર્ચે જાણીતા હાસ્ય લેખત તારક મહેતાનું 88 વર્ષની જૈફ વયે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને નિધન થયું. તેમના નિધનથી સમગ્ર સાહિત્યજગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી. બાદમાં મોદીએ તારક મહેતાના પત્ની ઇન્દુબેનને પત્ર લખી શ્રદ્ધાંજલી અર્પી હતી. ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખકના અવસાનથી હું અંગત રીતે ખૂબ જ વ્યથિત થયો છું. આગળ વાંચો મોદીએ પત્રમાં આગળ શું લખ્યું.

  • હોમ
  • ગુજરાત
  • તારક મહેતાનાં પત્નિને મોદીનો પત્રઃ ટપુડો, દયાભાભી, જેઠાલાલ અનંતકાળ સુધી રહેવાનાં, બીજું શું લખ્યું? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.