૯મીએ PM મોદી ગુજરાતના પ્રવાશે, જાણો સૌરાષ્ટ્રના ક્યા કાર્યક્રમમાં આપશે હાજરી
રપ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ મહાત્મા ગાંધીના સંબંધી શામળદાસ ગાંધીએ અર્ઝી હકુમતની રચના કરી હતી. સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આ સરકારે જુનાગઢમાં એક સરઘસ પણ કાઢયુ હતુ. અર્ઝી હકુમતે ૧૧પ નાના ગામડાઓ ઉપર નિયંત્રણ જમાવ્યુ હતુ અને ૯મી નવેમ્બરે જ આઝાદ ચોક અને ઉપરકોટમાં ત્રિરંગો લહેરાવાયો હતો.
નવેમ્બરે ૮મીએ જુનાગઢના દિવાન ભુટ્ટો ભારત સમક્ષ શરણે આવ્યા હતા. ૯મી નવેમ્બરના રોજ અર્ઝી હકુમત (પ્રાંતિય સરકાર) શામળદાસ ગાંધીએ રચી હતી અને જુનાગઢ ઉપર પ્રભુત્વ મેળવ્યુ હતુ એટલુ જ નહી આઝાદ ચોકમાં ત્રિરંગો પણ લહેરાવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ વખતે અર્ઝી હકુમત દિવસ ૯ નવેમ્બરે જ આવે છે.
ભારતની સ્વતંત્રતા બાદ જુનાગઢના નવાબે જુનાગઢને પાકિસ્તાનને સોંપી દેવાનો પ્રયાસ કર્યો હતો. ૧૬ સપ્ટેમ્બરે પાકિસ્તાને એ દરખાસ્ત સ્વીકારી પણ હતી. નવાબ મહોબત ખાન-૩એ આ પ્રકારનો ઇરાદો સૌ પ્રથમ ૧પ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ જાહેર કર્યો હતો. બાબરીયાવાડ અને માંગરોળના શેખે જુનાગઢથી અલગ થવા અને ભારત સાથે જોડાવા પોતાની ઇચ્છા વ્યકત કરી હતી.
રાજય સરકારે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને વડાપ્રધાનની મુલાકાત પુર્વે જુનાગઢમાં આવેલા તમામ હેરીટેજ અને ધાર્મિક સ્થળોને રોશનીથી ઝળહળતા કરવા પણ જણાવ્યુ છે.
જો કે એક ઓફિસરે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન કાર્યાલયે રાજય સરકારને જણાવી દીધુ છે કે, પીએમ મોદી ૯મી નવેમ્બરે અર્ઝી હકુમત દિવસના પ્રસંગે જુનાગઢ આવશે. તેમણે જણાવ્યુ હતુ કે, જુનાગઢ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવી દેવાયુ છે કે, એક લાખ લોકો હાજરી આપે તે પ્રમાણેની તૈયારીઓ શરૂ કરી દેવી. સ્થાનિક વહીવટી તંત્રને એવુ પણ જણાવી દેવાયુ છે કે, દિવાળી બાદ અને વડાપ્રધાનના આગમન પુર્વે વિવિધ કાર્યક્રમો જેમ કે, જુનાગઢ મેરેથોન માર્ચ જેવા કાર્યક્રમો પણ યોજવા. તેમણે ઉમેર્યુ હતુ કે, તમામ અધિકારીઓને જુનાગઢના વહીવટી તંત્ર અને આસપાસના વિસ્તારના અધિકારી સાથે સંકલનમાં રહેવુ.
આ સમગ્ર ઘટનાક્રમ સાથે સંકળાયેલા સત્તાવાર વર્તુળોએ જણાવ્યુ હતુ કે, મોદીની મુલાકાત વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની કેબીનેટના તમામ સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. એ જ દિવસે રાજયમાં બે વધુ જાહેર સમારંભો પણ યોજવામાં આવી રહ્યા છે. જો કે વર્તુળોએ ઉમેર્યુ હતુ કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી અંતિમ મંજુરીની રાહ જોવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રની પીએમ મોદીની આ બીજી મુલાકાત હશે. તાજેતરમાં તેઓ સૌની યોજના અંતર્ગત જામનગરના સણોસરા ગામે આવ્યા હતા. મોદીની ૯મી નવેમ્બરની જુનાગઢની મુલાકાતથી જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં ભાજપ એકમમાં નવુ જોમ આવશે અને પક્ષ વધુ મજબુત બનશે. મહત્વની વાત એ છે કે એ વખતે જ ગીરનારની લીલી પરિક્રમાં પણ યોજાઇ રહી છે. આ લીલી યાત્રામાં સમગ્ર રાજયમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો જુનાગઢ આવતા હોય છે. ગાંધીનગર સ્થિત સુત્રોના જણાવ્યા પ્રમાણે જુનાગઢ વિસ્તારમાં ભાજપની સ્થિતિ મજબુત કરવા માટે મોદીએ આ પ્રસંગની પસંદગી કરી છે.
નવી દિલ્હીઃ વર્ષ 2017માં ગુજરાતમાં ચૂંટણી હોઈ પીએમ મોદીએ ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને તેઓ હવે વારંવાર ગુજરાતની મુલાકાત લેવાના છે અને તે ક્રમમાં તેઓ આગામી નવ નવેમ્બરે ફરી એક વખત ગુજરાત આવી જુનાગઢની મુલાકાત લેશે તેવુ જાણવા મળે છે. મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી ૯મી નવેમ્બરના રોજ જુનાગઢની મુલાકાત લેશે અને જુનાગઢના મુકિત દિવસ એટલે કે અર્ઝી હકુમત દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ એ દિવસ છે કે જયારે અર્ઝી હકુમત (પ્રાંતિય સરકાર) દ્વારા જુનાગઢને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યુ હતુ. જુનાગઢના નવાબ જુનાગઢને પાકિસ્તાનને સોપવા માંગતા હતા પરંતુ તે શકય બન્યુ ન હતુ અને તેઓ પરિવાર સાથે કરાંચી ચાલ્યા ગયા હતા.