✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM બન્યા બાદ મોદી પ્રથમવાર સોમનાથમાં, કહ્યું- રાજ્યના દરિયાકિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2017 10:08 AM (IST)
1

આ પ્રસંગે મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વખાણ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-બગોદરા હાઇવે પર પહેલા અનેક અકસ્માતો થતાં હતાં, પરંતુ કેશુભાઇ પટેલની સરકારે એ હાઇવેને ફોરલેન કરીને અકસ્માતો ઘટાડ્યાં છે. મોદીએ સોમનાથમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.

2

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારે 40 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે જેના મારફતે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. સાથે ગુજરાતના દરિયાકિનારે આવેલા 18 પોર્ટને આધુનિક બનાવાશે.

3

આ અગાઉ એક જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય મોદીએ કેસરિયા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને સફેદ ક્રાંતિ, બ્લૂ રીવોલ્યુશનની વાત કરી હતી. ઉપરાંત માછીમારો માટે યોજના લાવવાની પણ વાત કરી હતી.

4

સોમનાથ:નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર સોમનાથ પહોંચ્યા હતાં, જ્યાં ભવ્ય સોમનાથઃ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર સોમનાથની મુલાકાતે આવ્યા છે. અહીં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. ટ્રસ્ટની બેઠકમાં નરેન્દ્ર મોદી હાજરી આપવા માટે સોમનાથ પહોંચ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • PM બન્યા બાદ મોદી પ્રથમવાર સોમનાથમાં, કહ્યું- રાજ્યના દરિયાકિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.