બોટાદઃ કોંગ્રેસના ટોચના નેતા વાડીમાં માણતા હતા દારૂની મહેફિલ ને પોલીસ ત્રાટકતાં શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2018 12:29 PM (IST)
1
પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે પિતાને છોડાવવા વાઈસ ચેરમેનના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ પોલીસે વાઈસ ચેરમેનના પુત્રની પણ ધરપકડ કરી હતી. હાલમાં પાળીયાદ પોલીસે ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2
મળતી માહિતી મુજબ ગઢડિયા ગામે આવેલી વાડીએ પોલીસે રેડી પાડી હતી જ્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન દારૂની મહેફિલ માણી રહ્યા હતા. રેડ બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા કોંગ્રેસ ડી. એમ. પટેલ ફરાર થઈ ગયા છે.
3
બોટાદઃ બોટાદ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેનની વાડીએ પોલીસે રેડ પાડીને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપ્યા હતા.