પાટડીના રિસોર્ટમાં ધનીકોની મહેફિલ પર રેડ, શરાબ-છોકરીઓ ઝડપાઈ ને પોલીસે શું કર્યું, જાણો વિગત
આ ઉપરાંત સદામહુસેન યુનુશખાન મેમણ, સરખેજ, અમદાવાદ, દિનેશ ગોપાલ કણઝરીયા, આંબાવાડી, અમદાવાદ, સાજીદ સુલેમાન તેલી, દાણી લિમડા, અમદાવાદ, સમીર હનીફખાન જતમલેક, ગેડીયા, પાટડી, કુલદિપસિંહ દિલીપસિંહ રાજપૂત, વેજલપુર, અમદાવાદ, અયુબખાન એલમખાન જતમલેક, ગેડીયા, પાટડી, વિશાલ વિનોદભાઇ કરવાડે, અસારવા, અમદાવાદ અને આશીફ નશીબખાન જતમલેક, ગેડીયા, પાટડી (ફરાર)ને પોલીસે છોડી મૂક્યા હતાં.
પ્રશાંત ચંદુભાઇ શીંગરખીયા- પીએસઆઈ, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ, તનુ ફઝર શેખ, નરોડા, અમદાવાદ, અંકિતાબેન રાજેન્દ્રકુમાર શાહ, આંબાવાડી, અમમદાવાદ, દિવ્યાબેન નારાયણદાસ બારામતી, મેમનગર, અમદાવાદ, કશીશબેન બચુભાઈ ભટ્ટ, જીવરાજ પાર્ક, અમદાવાદ, બ્રિજેશ બિપીન બારોટ, લો ગાર્ડન, અમદાવાદને પોલીસે પકડ્યા બાદ છોડી મૂક્યા હતાં.
નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે બાકીના 13 આરોપીને તપાસ બાદ મુક્ત કરાતા અનેક સવાલો ઉભા થયા હતાં. મુક્ત કરાયેલા પૈકીના એક અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પણ છે.
રિસોર્ટમાં પાર્ટી હતી જેની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રિસોર્ટમાં દરોડા પાડ્યો હતો તે દરમિયાન લોકો મજા માણી રહ્યા હતા જોકે પોલીસ પહોંચતા જ રંગમાં ભંગ પડ્યો હતો. અહીં પોલીસે કુલ 21 શખ્સોને ઝડપી લીધા હતા.
પાટડી: પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં શરાબ અને શબાબની જામેલી મહેફિલમાં પોલીસે દરોડો પાડ્યો હતો જેના કારણે પાર્ટીમાં ભંગ પડ્યો હતો. અમદાવાદમાં રહેતા ટાઈલ્સના વેપારી ઈરફાન રઝાક મેમણના જન્મ દિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત શીંગરખીયા સહિત નબીરાઓ રિસોર્ટમાં આવ્યા હતા.