✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ નિવની મા બ્રેનાને નહીં પણ ખુદ હત્યારા નિશિતને હતા અનેક સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ, પોલીસે કઈ દિશામાં શરૂ કરી તપાસ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jul 2018 11:11 AM (IST)
સુરતઃ નિવની મા બ્રેનાને નહીં પણ ખુદ હત્યારા નિશિતને હતા અનેક સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ, પોલીસે કઈ દિશામાં શરૂ કરી તપાસ?
1

નિશિતે સામો સવાલ કર્યો કે, એ મારો છોકરો નથી તો તેને મારે મારી મિલકતમાંથી શા માટે ભાગ આપવો? નિશિતને શંકા હતી કે, તેની પત્નિને અન્ય પુરૂષ સાથે સેક્સ સંબંધ છે અને તેના કારણે નિવનો જન્મ થયો છે. આ શંકા ધીરે ધીરે મજબૂત બની અને છેલ્લા દસ દિવસથી આ મામલે બંને વચ્ચે ઝગડા પણ થતા હતા.

2

3

બારડોલી: આખા રાજ્યને હચમચાવી નાંખનારા અઢી વર્ષના નિવ પટેલના અપહરણ કાંડમાં પોલીસ રિમાન્ડમાં નિવના હત્યારા બાપ નિશીતે કબૂલ્યું હતું કે, નિવ મારો છોકરો નથી એવી મને શંકા હતી. નિશિતે પોતાની પત્નિ બ્રેનાને અન્ય પુરૂષો સાથે સેક્સ સંબંધો હોવાનો અને તેના કારણે નિવ જન્મ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

4

પોલીસે નિશિતના કઈ કઈ સ્ત્રીઓ સાથે સંબંધ હતા તેની તપાસ શરૂ કરી છે. આ મામલે તેની પત્નિ બ્રેનાની પણ પૂછપરછ થશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરાશે. નિશિતે અઢી વર્ષ સુધી દીકરાને પ્રેમ કર્યો ને પછી અચાનક તેની હત્યા કરી નાંખી તે કારણે તેનું વર્તન શંકાના દાયરામાં છે.

5

જો કે પોલીસ તપાસમાં આવેલી વિગતો પ્રમાણે બ્રેનાને નહીં પણ નિશિતને લગ્નેતર સંબંધો હતા. નિશિતને એક કરતાં વધારે યુવતીઓ સાથે સેક્સ સંબંધ હતા. આ વાત પરિવાર સામે ખૂલતાં નિશિત અને બ્રેના વચ્ચે ઝગડા શરૂ થયા હતા. આ ઝગડાના કારણે નિશિતે પોતાના પુત્રની હત્યા કરી નાંખી છે એવું પોલીસનું માનવું છે.

  • હોમ
  • ગુજરાત
  • સુરતઃ નિવની મા બ્રેનાને નહીં પણ ખુદ હત્યારા નિશિતને હતા અનેક સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ, પોલીસે કઈ દિશામાં શરૂ કરી તપાસ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.