ગુજરાતના આ અધિકારીને CBIમાં એડિશનલ ડાયરેક્ટર બનાવાયા, જાણો વિગતે
અમદાવાદઃ ગુજરાતના વધુ એક અધિકારીની મોદી સરકારે સીબીઆઈમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાને પ્રમોશન આપીને કેન્દ્ર સરકારે સીબીઆઈના એડિસનલ ડાયરેક્ટર બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાબતની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇને ગુજરાત કેડરના બન્ને આઈપીએસ અધિકારીઓને તાબડતોડ ખસેડ્યા હતા જેના કારણે મહત્વની પોસ્ટ પર જગ્યાઓ ખાલી પડી હતી. તેવામાં જ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને અન્ય જગ્યાએ બદલી કરી હતી. સીબીઆઈમાં હજુ પણ અડધો ડઝન જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.
1988ની બેન્ચના આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ગંભીર આક્ષેપબાજી થઇ હતી. વર્મા અને આસ્થાના વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થતા આસ્થાના સામે સીબીઆઈમાં જ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -