રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત રામનાથ કોવિંદ પરિવાર સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન
સોમનાથ મંદિરની પ્રતિકૃતિ તેમજ શૃંગારની ફોટોફ્રેમ આપી ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ તથા ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ તેઓનું સન્માન કર્યું હતું.
સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિઝીટર બુકમાં લખ્યું કે, પવિત્ર જ્યોતિર્લિંગ સ્થાનની સાથે પ્રાચીન કાળથી અસ્મિતા અને ભવ્યતાનુ પ્રતિક છે, આ સ્થાનની દૈવિ અને આધ્યાત્મિક ઉર્જાએ વારંવાર નવુ ભૌતિક કલેવર ધારણ કર્યું છે. આજે અહિં આવી સાત્વિક ઉર્જા થી જોડાવવા નુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હું આ મંદિરના વ્યવસ્થા સાથે જોડાયેલ તમામ લોકોને હાર્દિક શુભેચ્છા પાઠવુ છું
મહામિહમ કોવિંદ પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોચ્યાં ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા તેઓનુ સન્માન કરવમાં આવ્યું હતું. બાદમાં અભિષેક મહાપૂજા કરી ધન્ય બન્યા હતા.
સોમનાથ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસ પર હતા. આ પ્રવાસ દરમિયામન રામનાથ કોવિંદ પરિવાર સાથે સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથ પહોચ્યા હતા, ત્યાં તેઓનુ સન્માન ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી તેમજ ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ બન્યા બાદ રવિવાર અને સોમવાર બે દિવસીય ગુજરાત પ્રવાસ પર હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે પ્રથમ વખત ગુજરાત આવીને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને સૌપ્રથમ આરકાઈવ્સ રિસર્ચ સેન્ટરની પણ મુલાકાત કરી હતી.