કોંગ્રેસે ઉમેદવારો માટે બનાવી 10 સભ્યોની પરામર્શ સમિતી, જાણો શું કરશે કામ ને સમિતીમાં કોણ કોણ છે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત વખતે કોંગ્રેસમાં વરવાં દૃશ્યો સર્જાય છે. વર્ષ 2007માં હિમતસિંહ પટેલના સમર્થકોએ કોગ્રસ મુખ્યમથખ પર તોડફોડ કરી હતી જ્યારે વર્ષ 2012માં મંગળ સુરજકરના સમર્થકોએ કાર્યાલય પર તોડફોડ કરી હતી. આ સ્થિતી ના સર્જાય તે માટે આ સમિતી કામ કરશે.
કોંગ્રેસની 10 સભ્યોની પરામર્શ સમિતિમાં સાગર રાયકાને કોર્ડીનેટર બનાવાયા છે જ્યારે સમિતીના અન્ય સભ્યોમાં નવિન ચંદ્ર રવાણી, રાજકુમાર ગુપ્તા, નરપતસિંહ ચાવડા, કદિર પીરઝાદા, જગદીશ ઠાકોર, ગૌરવ પંડ્યા,દિનેશ પરમાર,પ્રદિપ દવે અને જીતુભાઇ પટેલનો સમાવેશ કરાયો છે.
ગુજરાત કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરતાં અગાઉ ઉમેદવારોને સમજાવવા માટે આ પરામર્શ સમિતિની રચના કરી છે. જે વિધાનસભા બેઠક પર 3 કરતાં વધારે દાવેદાર હોય ત્યાં ટીકીટ ન મળવાની હોય તેવા નેતા સાથે આ સમિતીના સભ્યો પરામર્શ કરશે અને જાહેરમાં અસંતોષ ના વ્યક્ત કરવા સમજાવશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત વખતે કોંગ્રેસનો અસંતોષ જાહેરમાં દેખાય નહીં એ માટે કોંગ્રેસે પાણી પહેલાં પાળ બાંધવાની ક્વાયત કરીને પરામર્શ સમિતી રચી છે. સાગર રાયકાના વડપણ હેઠળ આ સમિતિ કામ કરશે અને તેમાં 10 સભ્યોનો સમાવેશ કરાયો છે.