બાપુએ સ્વચ્છાગ્રહ અને સત્યાગ્રહને નવું રૂપ આપ્યુંઃ રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું સંબોધન
પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
02 Oct 2019 09:32 PM
GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પહોંચીને પીએમ મોદીએ મા અંબાની આરતી કરી.
હું બોલીશ મહાત્મા ગાંધી, તમે બે હાથ ઊંચા કરી બોલશો... અમર રહે... અમર રહે... ભારત માતા કી જયનો નાદ કરાવી પીએમ મોદીએ ભાષણ સમાપ્ત કર્યું.
આજે જે સફળતા મળી છે તે કોઈ વ્યક્તિ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીની નથી પરંતુ 130 કરોડ નાગરિકોના પુરુષાર્થથી મળી છે. સમાજના વરિષ્ઠ લોકોએ સમયાંતરે માર્ગદર્શન કર્યુ તેનાથી મળી છે. મીડિયાએ પોઝિટવ મદદ કરી. આજે હું આ તમામનો આભાર માનું છું. આ શબ્દોની સાથે મારી વાત સમાપ્ત કરું છુઃ મોદી
આજે એક વ્યક્તિ, એક સંકલ્પનો આગ્રહ કરું છું. દેશને કામમાં આવે તેવો કોઈપણ એક સંકલ્પ લેવા હું તમને આગ્રહ કરું છું. રાષ્ટ્રપ્રત્યે તમારા કર્તવ્યનો વિચાર કરોઃ મોદી
રાષ્ટ્રવાદી થયા વગર આંતરરાષ્ટ્રીય થઈ શકાતું નથી. રાષ્ટ્રવાદની ભાવના લઈને આજે ભારત આગળ વધી રહ્યું છેઃ મોદી
ભારત નવી યોજનાઓ અને પર્યાવરણની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરી રહ્યું છે. આજે અમે મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયાથી આ સપનાઓને સાકાર કરવામાં લાગ્યા છીએ. ગાંધીજી છેવાડાના વ્યક્તિ સુધી ફેંસલો લેવાની વાત કરતા હતા,આજે અમે વિવિધ યોજનાઓથી તેમના આ મંત્રને વ્યવસ્થાનો હિસ્સો બનાવ્યો છેઃ મોદી

2022 સુધી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છેઃ મોદી
2022 સુધી દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છેઃ મોદી
આજે આપણે જે હાંસલ કર્યું છે તે માત્ર એક પડાવ છે. સ્વચ્છ ભારત માટે આપણી સફર સતત ચાલુ રહેશે. હાલ આપણે શૌચાલયનું નિર્માણ કર્યું છે, લોકોને આદિ બનાવ્યા છે. હવે આપણે દેશના એક મોટા વર્ગના વ્યવહારમાં આવેલા પરિવર્તનને કાયમી બનાવવાનું છે. શૌચાલયનો યોગ્ય ઉપયોગ થાય તેમને પણ આ સુવિધા સાથે જોડવાના છેઃ મોદી
સ્વચ્છ ભારત અભિયાન જીવન રક્ષક બની રહ્યું છેઃ મોદી
સ્વચ્છ ભારત અભિયાન જીવન રક્ષક બની રહ્યું છેઃ મોદી
સ્વચ્છતાના યજ્ઞમાં દરેક લોકોએ યોગદાન આપ્યું છે. બોલીવુડથી લઈ રમતના મેદાન સુધી સ્વચ્છતામાં દરેકને જોડ્યા છે. આજે આપણી સફળતાથી વિશ્વ આશ્ચર્યચકિત છે. આ માટે વિશ્વ આપણને સન્માન આપી રહ્યું છે. સાત મહિનામાં 60 કરોડથી વધુ વસતીને ટોયલેટની સુવિધા આપવી, 11 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ આ સાંભળીને વિશ્વ અચંબિત છે.પરંતુ મારા માટે કોઈ આંકડા, પ્રશંસા, સન્માનથી વધુ સંતોષ જ્યારે બાળકીઓને સ્કૂલ જતી જોઉ છું ત્યારે થાય છે. મને આ વાતનો સંતોષ છે કે લાખો માસૂમોનું જીવન હવે બચી રહ્યું છે. મને સંતોષ એ વાતનો છે કે આ અભિયાને ગ્રામીણ વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં રોજગારીની નવી તકો આપી છેઃ પીએમ મોદી
આજે ગ્રામીણ ભારતે ખુદને ખુલ્લામાંથી શૌચ મુક્ત કર્યું છે. જે સફળતાની વાત છે. તમામ સરપંચો, સ્વચ્છાગ્રહીઓને આ માટે અભિનંદન પાછવું છુઃ પીએમ મોદી
સાબરમતી આશ્રમમાંથી આજે મને નવી ઉર્જા મળી, સ્વચ્છાગ્રહ અને સત્યાગ્રહને તેમણે વ્યાપક સ્વરૂપ આપ્યું હતું. આજે સાબરમતીનું પ્રેરણાસ્થળ સ્વચ્છાગ્રહનું સાક્ષી બની રહ્યું છે. જે આપણા માટે ગૌરવ અને ખુશીનો અવસર છે. રિવરફ્ન્ટ પર આ કાર્યક્રમનું આયોજન થવું મારા માટે બેવડી ખુશીનો વિષય છે.
બાપુની જયંતિનો ઉત્સવ સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા યુએને પોસ્ટ ટિકિટ જાહેર કરીને દિવસને ખાસ બનાવ્યો હતો. બાપુની ધરતી પરથી સમગ્ર વિશ્વને અભિનંદન આપું છું.
સાબરમતીના પાવન તટેથી રાષ્ટ્રપિતા ગાંધી અને સાદગીના પ્રતિક પૂર્વ પીએમ લાલબહાદુર શાસ્ત્રીને નમન કરું છું. પૂજય બાપુની 150મી જયંતિનો અવસર હોય, સ્વચ્છ ભારત અભિયાનનો પડાવ હોય, શક્તિનું પર્વ નવરાત્રિ પણ ચાલી રહ્યું હોય અને ચારેબાજુ ગરબાની ગુંજ હોય તેવો અદભૂત સંયોગ ભાગ્યે જોવા મળે છે.
તમે બધાએ પાંચ વર્ષ સતત અવિરત પુરુષાર્થ કર્યો છે, પૂજ્ય બાપુનુ સપનુ સાકાર કર્યું છે તે માટે આદરપૂર્વક નમન કરું છું: મોદી
ચરખાધારી મોહન અને ચક્રધારી મોહનની ધરતી પર પધારેલા દેશભરના સ્વચ્છતાના સિપાહીઓનું આદરપૂર્વક સ્વાગત કરું છું. સ્વચ્છાગ્રહીઓનો અવસર બન્યો છે.
પીએમ મોદીએ ગાંધીજીના જીવન પર પોસ્ટ ટિકિટ અને 150 રૂપિયાનો ચાંદીનો સિક્કો લોન્ચ કર્યો.
પીએમ મોદીએ ગાંધીજીના જીવન પર પોસ્ટ ટિકિટ અને 150 રૂપિયાનો ચાંદીનો સિક્કો લોન્ચ કર્યો.
પીએમ મોદીએ ગાંધીજીના જીવન પર પોસ્ટ ટિકિટ અને 150 રૂપિયાનો ચાંદીનો સિક્કો લોન્ચ કર્યો.
રિવરફ્રન્ટ પર પીએમ મોદીના સ્વાગત બાદ સ્વચ્છ ભારત મિશન પર બનેલી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી.
રિવરફ્રન્ટ પર પીએમ મોદીના સ્વાગત બાદ સ્વચ્છ ભારત મિશન પર બનેલી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી.
મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આવેલા ગાંધી આશ્રમની ટૂંકી મુલાકાત બાદ પીએમ મોદી રિવરફંટ જવા રવાના થયા. રિવરફ્ંટ પર તેઓ દેશભરમાંથી આવેલા 20,000 જેટલા સરપંચોને સંબોધન કરશે.
મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આવેલા ગાંધી આશ્રમની ટૂંકી મુલાકાત બાદ પીએમ મોદી રિવરફંટ જવા રવાના થયા. રિવરફ્ંટ પર તેઓ દેશભરમાંથી આવેલા 20,000 જેટલા સરપંચોને સંબોધન કરશે.
આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝિટર બુકમાં મેસેજ લખ્યો.
આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિઝિટર બુકમાં મેસેજ લખ્યો.
ગાંધી આશ્રમમાં ફરીને પીએમ મોદીએ બાપુ સાથે સંકળાયેલી ચીજોની માહિતી મેળવી. આ દરમિયાન આશ્રમના સંચાલકો તેમની સાથે રહ્યા હતા.
ગાંધી આશ્રમમાં ફરીને પીએમ મોદીએ બાપુ સાથે સંકળાયેલી ચીજોની માહિતી મેળવી. આ દરમિયાન આશ્રમના સંચાલકો તેમની સાથે રહ્યા હતા.
ગાંધી આશ્રમ પહોંચીને પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા.
થોડીવારમાં જ ગાંધી આશ્રમ પહોંચશે પીએમ મોદી, આશ્રમની આસપાસનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો.
સભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમ જવા રવાના થયા
હાઉડીમાં રાષ્ટ્રપતિનું આવવું અને લાંબા સમય સુધી રોકાવું તે પણ ખુશીનો વિષય છે. સિક્યુરિટીની પરવાહ કર્યા વગર મારો હાથ પકડી પુરા સ્ટેડિયમમાં ફર્યા હતા.
હાઉડીમાં રાષ્ટ્રપતિનું આવવું અને લાંબા સમય સુધી રોકાવું તે પણ ખુશીનો વિષય છે. સિક્યુરિટીની પરવાહ કર્યા વગર મારો હાથ પકડી પુરા સ્ટેડિયમમાં ફર્યા હતા.
યુએનમાં ભાષણ આપવા ગયો ત્યારે વિશ્વના દરેક દેશના લોકોને હાઉડી મોદી શું છે, ક્યા હતું તેની ખબર હતી. ભારતીય પાસપોર્ટ હોય તેની સામે વિશ્વ આદર સાથે જુએ છે.
ભારતની પ્રતિષ્ઠા વિશ્વમાં વધી રહી છે. ભારત પ્રત્યે સન્માન આ સહજ અનુભવ છે. હું 2014માં ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત યુએનમાં ગયો હતો અને મને ત્યાં વકતવ્યનો અવસર મળ્યો ત્યારે મેં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અપીલ કરી હતી.
હિન્દુસ્તાન આપણા આદર્શો વ્યવહારો અને ક્લચરની સાથે રાખે છે. ‘વૈષ્ણવ જન…’ કઈ ભાષા માં છે તેને ખબર નથી તેવા દુનિયાના 150 દેશે આ ગીત ગાયું હતું. કલાકારોએ ગાવાની પહેલા સમજવાનો પ્રયત્ન કર્યો. ગાંધી આજે પણ છે અને કાલે પણ રહેશે .
મારા માટે આ લહાવો એટલા માટે છે કે એક સાથે બધાના દર્શન થઈ જાય છે. સમયની વ્યસ્તતા અને કાર્યની ફરજના કારણે ઘણીવાર તમારા ચહેરા ન જોયા હોય તો લાગે છે કંઈ ખુટે છે. પરંતુ આ બહાને તમને બધાને મળવાનું થઈ જાય છે.
મહાત્મા ગાંધી અમર રહે કહી મોદીએ સંબોધન શરૂ કર્યું
અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ભાજપના નેતાઓએ મોદીને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું.
અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ભાજપના નેતાઓએ મોદીને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું.
સભા સ્થળ પર ભાજપના કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું.
સભા સ્થળ પર ભાજપના કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું.
સભા સ્થળ પર ભાજપના કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું.
ગાંધી આશ્રમની મુલાકાત બાદ રિવરફ્રન્ટ પર વડાપ્રધાન મોદી દેશભરમાંથી આવેલા સરપંચોને સંબોધન કરશે.
ગાંધી આશ્રમમાં અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય લોકોનો પ્રવેશ કરવામાં આવ્યો બંધ. ગાંધી આશ્રમની બહાર લગાવેલા વિવિધ હોર્ડિંગમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદ મુલાકાત અંગે ટ્વિટ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદ મુલાકાત અંગે ટ્વિટ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદ મુલાકાત અંગે ટ્વિટ કર્યું હતું.
એરપોર્ટ પર ગુજરાતના લોકનૃત્ય ગરબા કરીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓ ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી પીએમ મોદીને આવકારશે.
એરપોર્ટ સર્કલ સુધી પીએમ મોદીનાં અમેરિકા પ્રવાસની તસવીરો દર્શાવતી વોલ બનાવવામાં આવી છે.
હાઉડી મોદી, અમેરિકાનો પ્રવાસ, 370 જેવા મુદ્દાઓને લઈ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે.
એરપોર્ટ પર પીએમ મોદીનો અભિવાદન સમારંભ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ પૂર્વના સંસદ એચ એસ પટેલ , ધારાસભ્ય વલ્લભ કાકડિયા , આઇકે જાડેજા , ભરત પંડ્યા , સીકે પટેલ , જગદીશ પંચાલ સહિતના નેતાઓ કાર્યક્રમ માં હાજર રહેશે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિતે વડાપ્રધાન 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ સાબરમતી રીવરફ્રન્ટ-અમદાવાદ ખાતે 20 હજારથી વધુ સરપંચોના સંમેલનમાં સ્વચ્છતાની નેમ સાથે દેશને ખુલ્લામાંથી શૌચ મુક્ત જાહેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -