મુકેશ અને નીતા અંબાણીનો પુત્ર કઈ યુવતી સાથે દ્વારકા પહોંચ્યો? જાણો કોણ છે તે યુવતી?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરી છે. અહીં પરત ફર્યા પછી તે ઈસ્પ્રાવાની ટીમ સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોડાઈ હતી. અહીં તેનું મુખ્ય કામ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બજારના રિસ્પોન્સ સાથે કંપનીની પ્રોડક્ટને જોડવાનું છે.
રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે. કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની જેમ જ સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.
નવા વર્ષની શરઆતમાં દ્વારકા સ્થિત ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. આ લોકોની સાથે ભારતના સૌથી ધનીક વ્યક્તિનો પુત્ર અનંત અંબાણી પણ અહીં દર્શન કરવા પહોંચતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. જ્યાં અનંત અને રાધિકાએ દ્વારકાધિશના દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત ભગવાનની પૂજા-અર્ચના પણ કરી હતી.
દ્વારકા: ભારતના સૌથી ધનિક મુકેશ-નીતા અંબાણીનો પુત્ર અનંત અંબાણી નવા વર્ષના દિવસે જ દ્વારકા મંદિરે પહોંચ્યો હતો. જ્યાં અનંત અંબાણીએ દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના કર્યા હતાં. આ ઉપરાંત અનંતની સાથે ગુજરાતી ઉદ્યોગપતિની પુત્રી રાધિકા મર્ચન્ટે પણ દ્વારકાધિશના દર્શન કર્યાં હતાં. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઇને પાદુકા પૂજન તેમજ ગોવર્ધન પૂજા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -