✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના ત્રણ નેતાઓને સોંપી મોટી જવાબદારી, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2018 08:16 PM (IST)
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના ત્રણ નેતાઓને સોંપી મોટી જવાબદારી, જાણો
1

અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચાર રાજ્યોમાં સ્ક્રીનીંગ કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના વધુ ત્રણ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાંસદ મધુસુદન મિસ્ત્રીને મધ્યપ્રદેશમાં સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલને છત્તીસગઢમાં સ્ક્રીનીંગ કમિટીના મેમ્બર તરીકેની જવાબદારી સોંપાઈ છે જ્યારે ધારાસભ્ય નૌશાદ સોલંકીને ઓડિશા કૉંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીમાં મેમ્બર તરીકેની જવાબદારી સોંપાઈ છે.

2

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડૉ. અમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વિરોધ સ્વરૂપે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતની મહિલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા. જો કે બાદમાં અશોક ગહેલોત સાથે મીટિંગ બાદ રાજીનામા પરત ખેંચ્યા હતા.

3

આ સાથે જ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નવી જવાબદારી સોંપાઇ છે અને મલ્લિકાર્જુન ખડગે ને મહારાષ્ટ્ર પ્રભારી બનાવાયા છે. સોનલ પટેલને મહારષ્ટ્રના સહ પ્રભારીની જવાબદારી સોંપાતા ગુજરાત મહિલા કોંગ્રેસમાં ફેરફાર થઇ શકે છે. નવા મહિલા પ્રમુખ બને તેવી શક્યતાઓ છે.

  • હોમ
  • ગુજરાત
  • કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના ત્રણ નેતાઓને સોંપી મોટી જવાબદારી, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.