લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર
ઉપરાંત છોટા ઉદેપુરમાં સાડા પાંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, દાહોદમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં પણ વિરાદ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી ધીમી ધારે વરસાડ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે જ્યારે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડાના ડાકોર, સેવાલિયા અને ઠાસરામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરના પગથિયાં સુધી વરસાદી પાણી પહોંચ્યુ હતું. બીજી તરફ, ડાકોરના નીંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. વડોદરામાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝાપટા પડી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે.
અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કયાંક ધોધમાર તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઈન્કમટેસ, પાલડી, ઓઢવ, સારંગપુર, લાલ દરવાજા, રખીયાલ શિવરંજની સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે વેજલપુર, ઈસનપુર, મણિનગર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ છે. લાંબા વિરામ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.
આમંદમાં પણ વરસાદને ધમાકેદાર એન્ટ્રી મારી છે. વહેલી સવારથી જ આણંદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. વરસાદના પગલે કપાસ, ડાંગર, કેળ સહિતના પાકોને લાભ થશે. તો વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.