મોદીના કહેવાથી 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આ દિગ્ગજ નેતાએ ભાજપ છોડ્યું, જાણો ક્યારે કોંગ્રેસમાં જોડાશે?
લોકસભાની ચૂંટણી પહેલા આહિર સમાજના દિગ્ગજ નેતાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દેતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા મચી ગઇ છે. ઓબીસી નેતા કોંગ્રેસમાં પરત ફરતા કોંગ્રેસના આગેવાનો ગેલમાં આવી ગયા છે.
ભાજપમાં તેમને મહત્વનો હોદ્દો ન મળતાં તેઓ છેલ્લા ઘણા સમયથી નારાજ હતા અને પાર્ટીમાં પણ નિષ્ક્રિય હતાં. ભાજપમાં પોતાની સતત અવગણનાના કારણે તેઓએ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ છે. તેમણે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને રાજીનામુ ધરી દીધું હતું અને આવતીકાલે કોંગ્રેસમાં જોડાશે.
અશોક ડાંગર બુધવારે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના શાસનમાં અશોક ડાંગર રાજકોટના મેયર હતા. ત્યાર બાદ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ ને કોંગ્રેસ એકબીજાના નેતાઓને તોડવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ સિલસિલામાં રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગરે મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.