રાજપૂત સમાજે ગુજરાતમાં ભાજપને લોકસભાની 10 બેઠકો પર હરાવવાની કેમ આપી ચીમકી ?
આ દ્રોહના કારણે અખિલ ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ (રજુડા-અમદાવાદ)ની આગેવાનીમાં લક્ષ્મણસિંહ યાદવ (ગીર-સોમનાથ), રૈયાભાઈ રાઠોડ(સાયલા-સુરેન્દ્રનગર), બાઘાભાઈ મોરી (બરવાળા), નરેન્દ્રસિંહ અશ્વાર (ધંધુકા) સહિતના રાજ્યભરના રાજપૂત સમાજના ૩પ૦ જેટલા આગેવાનો બુધેલ ગામે એકઠા થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે દાનસંગભાઈ મોરીએ જણાવ્યું હતુ કે, મારી સામેના તમામ ખોટા કેસ પરત ખેંચી લેવાનો કરાયેલો વાયદો રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ભૂલી ગયા છે. ચૂંટણી સમયે હાર ભાળી ગયેલા ભાજપે રાજપૂત સમાજનો રોષ ખાળવા ખોટા વાયદા આપી પાછળથી દ્રોહ કર્યો છે.
રવિવારે બુધેલ ગામે સમસ્ત રાજપૂત સમાજના રાજ્યભરના 350 આગેવાનો એકઠા થયા હતા અને એક માસમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ભાજપને લોકસભાની ઓછામાં ઓછી 10 બેઠક પર હરાવવાનો નિર્ધાર કરાયો હતો.
દાનસંગ મોરી સામે અંગત જમીન વિવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખોટા કેસ કરાવ્યા હોવાના આક્રોશ સાથે રાજ્યભરના રાજપૂત સમાજે ગુજરાત વિધાનસભાની 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ સામે રણશિંગુ ફૂંક્યું હતું. આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે દરમિયાનગીરી કરી હતી.
જીતુ વાઘાણીના ફોર્મ ભરવાના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં દાનસંગભાઈ મોરી સામેના તમામ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી અપાઈ હતી. ભાજપે એ રીતે રાજપૂત સમાજ સાથે સમાધાન કરાયું હતુ. જો કે આજ દિન સુધી એક પણ કેસ પાછો નહીં ખેંચાતાં રાજપૂત સમાજમાં આક્રોશ હતો.
ભાવનગરઃ ભાવનગર જિલ્લાના બુધેલ ગામના ભૂતપૂર્વ સરપંચ દાનસંગ મોરી સામેના કેસ પાછા ના ખેંચાતાં રાજપૂત સમાજે સંમેલન કરીને ભાજપને એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. ભાજપ સરકાર એક મહિનામાં તમામ કેસો પાછા નહીં ખેંચે તદો લોકસભાની 10 બેઠકો પર ભાજપને હરાવવાની ચીમકી અપાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -