સુરેન્દ્રનગરના ઉદ્યોગપતિના આપઘાતના કેસમાં ક્યા 8 લોકો સામે નોંધાઈ ફરિયાદ? જાણો વિગત
આ અંગે ફરિયાદી અને મૃતકના પત્ની જશુબેન પટેલે 8 જેટલા શખ્સો રમેશભાઈ મહેશ્વરી, રાજુભાઈ મહેશ્વરી, મહેશભાઈ કૈલા, અતુલભાઈ નરશીભાઈ અધારા, તેજસભાઈ ગોરધનભાઈ વરમોરા, ગીરીશભાઈ છગનભાઈ ભીમાણી, મનન ગીરીશભાઈ ભીમાણી અને મુકેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામ આરોપી સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ કોઈ કારણોસર ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આથી જ્યાં સુધી તમામ લોકો સામે ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
48 કલાક સુધી બનાવ બાદ મૃતકની મૃતદેહ સરકારી હોસ્પીટલ ખાતે રાખવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો સહિત ધારાસભ્ય ધનજીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હોસ્પીટલ તેમજ શહેરના એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે ઉમટી પડ્યાં હતાં.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ વિહાર પાર્કમાં રહેતાં શ્રી રામ કૃપા પેપર મીલના માલીક છબીલદાસ દેવજીભાઈ પટેલ અને તેમના પત્ની જશુબેન છબીલદાસ પટેલે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં છબીલદાસનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની જશુબેનને ફાયર ફાયટરની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતાં.
બે દિવસથી મૃતદેહ સરકારી હોસ્પીટલ ખાતે રાખવામાં આવી હતી જ્યાં સમાજના આગેવાનો સહિત ધારાસભ્ય ધનજીભાઈ ૫ટેલ સહિત સમાજના આગેવાનો દોડી આવ્યા હતાં અને પરિવારજનોના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. જોકે બે દિવસના અંતે 8 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાતા મામલો થાળે પડ્યો હતો અને મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ સહિત શહેરીજનો જોડાયા હતાં.
સુરેન્દ્રનગરના જાણીતા ઉદ્યોગપતિ દંપતિએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિનું મોત નીપજ્યું હતું અને પત્નીને બચાવી લેવામાં આવી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને વ્યાજખોરો સામે ફરિયાદની માંગ સાથે મૃતકની મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -