ઉનાઃ યુવકે પરાણે સેક્સ સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીને વારંવાર બનાવી હવસનો શિકાર,પછી કર્યો વીડિયો વાયરલ, પછી શું થયું?
ઊના:ઉનાનાં કાજરડી ગામની યુવતી સાથે પરાણે સેક્સ સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લઈ પછી મોબાઈલમાં કલીપ વાઈરલ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. દિવાળીનાં દસ દિવસ અગાઉ યુવતી કામ કરી પાછી ફરતી હતી ત્યારે તડ ગામની વાડીમાં યુવતી પર બળાત્કાર ગુજારી મોબાઇલમાં શૂટિંગ કરી લીધું હતું.
બળાત્કારનો ભોગ બનનાર યુવતીએ પોતાની પર વિતેલ કથનીની વાત કરી એ વખતે એવી વાત પણ સાંભળવા મળી હતી કે સંજયે અગાઉ પણ બે યુવતી પર દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યાની ચર્ચાએ વેગ પકડ્યો છે. સંજયની પૂછપરછમાં અન્ય કેટલી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવ્યો તે બહાર આવવાની શક્યતા છે.
આ વિડીયો વાઇરલ કરી આપવાની ધમકીના કારણે યુવતીએ આ વાત પરીવારનાં સભ્યોને કહી નહોતી અને સંજયનો અત્યાચાર યુવતી સહન કરતી હતી. જો કે દસ દિવસ પહેલા સંજયે વાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો એ વિડીયો કલીપ વાઇરલ કરી દીધો હતો. આ વિડીયો ક્લીપ જોવા મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ યુવતીનાં માતા પિતાને થતાં તાત્કાલીક ગામનાં આગેવાનો સાથે પોલીસ મથકે પહોચી ગયા હતા. પોલીસને જાણ કરીને વિડીયો ક્લીપ બતાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસની સૂચના પ્રમાણે યુવતીએ નવાબંદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ડી.આર પઢેરીયાએ આરોપીને ઝડપી લીધો હતો.
આ યુવતીને કાજરડી ગામનાં સંજય રણશી ચૌહાણ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સબંધ હતો. એક વર્ષ પહેલા સંજયે પોતાના ઘરે બોલાવી યુવતીની ઇચ્છા વિરૂધ્ધ સેક્સ સંબંધ બાંધ્યા હતા. બાદમાં દિવાળી પહેલાં ફરી સેક્સ સંબંધ બાંધી શૂટિંગ કર્યું હતું અને પછી બ્લેકમેઈલિંગ કરીને વારંવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.