હાર્દિક પટેલે સાંગલીમાં સંબોધી સભા, સભામાં હાજરી જોઈને ભાજપના છૂટી જશે છક્કા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલા હાર્દિકે મધ્યપ્રદેશનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેણે લાખોની જનમેદનીને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં સામાજિક ન્યાયની માંગણી સાથે લાખોની રેલીને હાર્દિક પટેલે સંબોધન કર્યું હતું.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિકને લઈને ઘણી ચર્ચાઓ સામે આવતી રહે છે. ક્યારેક હાર્દિકને બનારસથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડાવવા વિપક્ષોની તૈયારીની વાતો તો ક્યારેક ગુજરાતમાંથી લોકસભા લડશે એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે. હવે ખરેખર હાર્દિક ચૂંટણી લડે છે કે નહીં એ તો સમય જ બતાવશે.
મહારાષ્ટ્રમાં હાર્દિક પટેલે રેલીને સંબોધિત કરતાં આડકતરી રીતે ઈશારો કર્યો હતો કે, જનતા માટે લડત લડતા નેતાઓ સંસદ અને વિધાનસભામાં નહીં જાય ત્યાં સુધી સમાજના અસલી મુદ્દા અને સમસ્યાનું નિરાકરણ થશે નહીં. જોકે મહત્વની વાત એ છે કે સાંગલીની સભામાં લાખો લોકોની જનમેદની જોઈએને ભાજપના છક્કા છૂટી જશે તેવું લાગી રહ્યું છે.
હાર્દિક ઘણી વખત મધ્યપ્રદેશમાં ચાલતા ખેડૂત આંદોલન બાબતે ખેડૂતોની સભાઓ કરીને ત્યાં આંદોલનને વેગ આપ્યો હતો. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે હાર્દિક હંમેશા અવાજ ઉઠાવતો રહ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હાર્દિકે ઘણી વખત સભાઓ કરી છે ત્યારે આગામી ચૂંટણીમાં હાર્દિક સરકાર માટે નુકશાન કારક નીવડી શકે છે.
સાંગલી: પાટીદાર નેતા હાર્દિક પટેલ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની મુલાકાતે છે. જ્યાં સામાજિક ન્યાયની માંગની સાથે લાખો લોકોની ઐતિહાસિક રેલીને સંબોધી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જ્યા સુધી જનતાની વચ્ચેથી સંઘર્ષ કરીને સ્થાપિત થયેલા નેતા સંસદ અને વિધાનસભામાં સમાજ હિતની નીતિઓ નિર્ધારિત કરતાં જોવા નહીં મળે ત્યાં સુધી સમાજના એક પણ મુદ્દાનું નિરાકરણ આવશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -