આબુમાં સિંગર કિંજલ દવેના કાર્યક્રમમાં સ્ટેજ પર થઈ ઝપાઝપી, જાણો કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગરબામાં આવેલી મહિલાઓ અને બાળકો સાથે પણ આયોજકો દ્વારા અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગરબાનો પ્રોગ્રામ બંધ કરાવાતા કિંજલ દવે સ્ટેજ પરથી નીચે ઉતરવા જતી હતી ત્યારે આયોજકો દ્વારા ગરબા ચાલુ રાખવા કહેવાયું હતું. કિંજલ દવેના હાથમાંથી માઈક છીનવી બોડીગાર્ડ સાથે પણ આયોજકોએ મારામારી કરી હતી.
રાજસ્થાનમાં ચૂંટણી હોવાથી આચાર સહિતા લાગેલી છે જેના કારણે રાતે 10 વાગ્યા પછી લાઉડ સ્પિકર વગાડવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવાના કારણે ઉલ્લંઘન ના થાય તે માટે તહેસીલદાર દ્વારા ગરબા આયોજકોને 10 વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો. સમય વધારે થવાના લીધે પ્રંશાસનને ગરબા પંડાલમાં પહોંચીને ગરબા બંધ કરાવ્યા હતા. તે દરમિયાન હોબાળો થવાથી સુરક્ષા માટે પોલીસ બોલાવી પડી હતી આવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
બનાસકાંઠા: ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પર હુમલાને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે, કિંજલ દવે એક ગરબાના કાર્યક્રમમાં હાજરી આપવા માઉન્ટ આબુ ગઈ હતી તે સમયે કોઈ કારણોસર કેટલાંક યુવાનો ઉશ્કેરાઇ જઈને સ્ટેજ પર ચઢી ગયા હતા.
ભારે ભીડ હોવાના કારણે પબ્લિકને બહાર કાઢવા માટે પોલીસ બોલાવી પડી હતી. તે દરમિયાન આયોજકોને પણ ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા સ્થળ પર પાર્કિગની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નહતી જેના કારણે જાહેર માર્ગ પર વાહનો પાર્કિગ કરાતાં ટ્રાફિક જામ થયો હતો.
પોલીસે કિંજલ દવેના પોગ્રામને બંધ કરાવવાની ફરજ પડી હતી. તે દરમિયાન કિંજલ દવેને પોલીસ સુરક્ષામાં ગરબા પંડાલથી બહાર લઈ જવાઈ હતી. ખેલૈયાઓનું કહેવું હતું કે, અમને સમયની જાણકારી આપવામાં આવી નથી અને આયોજકોએ પણ ગરબા મોડા શરૂ કર્યાં હતા. સાત વાગ્યાના ટાઈમ હોવા છતાં નવ વાગે પહોંચી હતી. તેથી ખેલૈયાઓને પૂરો સમય ન મળ્યો હતો એના કારણે ખેલૈયામાં નારાજગી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -