ગીતા રબારીના ડાયરામાં અમેરિકન ડોલરોનો થયો વરસાદ, BJPના કયા MLAએ કર્યો રૂપિયાનો વરસાદ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં લોક ગાયક કિર્તીદાન ગઢવીનો ડોયરો યોજાયો હતો. જેમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો આવો જ એક ડાયરો નવસારીના ગણદેવી તાલુકામાં ગીતા રબારીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂપિયા સાથે ડોલરનો પણ વરસાદ થયો હતો.
આ ઉપરાંત એનઆરઆઈની સંખ્યા વધુ હોવાથી રૂપિયાની સાથે ડોલરોનો પણ વરસાદ થયો હતો. નવસારીના ડાયરામાં પ્રથમવાર ડોલરનો વરસાદ થયાની ઘટના સામે આવી છે. આ ડાયરો એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતર માટે યોજવામાં આવ્યો હતો.
ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ડાયરાની રમઝટ બોલાવીની ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
નવસારીમાં ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. નવસારીના ભાઠલા ગામે ડાયરામાં રૂપિયા અને અમેરિકન ડોલરનો વરસાદ થયો હતો. આ ડાયરો એમ્બ્યુલન્સ અને બાળકોના ભણતર માટે યોજવામાં આવ્યો હતો. આ ડાયરામાં નવસારી ભાજપના MLA દ્વારા પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -