સાંબરકાંઠાના દેવેન્દ્રભાઈના હાથ-પગની કુલ આંગળીઓ જાણીને તમે પણ ચોંકી જશો, જાણો વિગત
તેમની વધારે આંગણીઓના કારણે ઘણી વખત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છતાં પણ તેમનાં પત્ની પારૂલબહેનના સાથના કારણે તેઓ જીવનરથ હંકારી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈશ્વિક નામના અપાવનાર 28 આંગળીઓના કારણે દેવેન્દ્રભાઇને નાનપણમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. 28 આંગળીઓવાળા ધરાવતા હોવાથી શાળામાં સાથી મિત્રો તેમને ચીડવતાં હતાં. લગ્ન માટે પણ કન્યાઓ તેમને ના પાડી દેતી હતી. તેઓ ખુદ સુથારી કામ કરે છે જેમાં થોડી તકલીફ પડે છે અને તેમના પગના માપના બૂટ તો હજી સુધી મળ્યાં નથી.
ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પહેલા 24 આંગળીઓ ધરાવતી વ્યક્તિનું નામ નોંધાયેલું હતું. પરંતુ હવેથી વિશ્વમાં સૌથી વધુ 28 આંગળીઓ ધરાવતા દેવેન્દ્રભાઈનું નામ ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
હિંમતનગરથ: સાબરકાંઠાના દેવેન્દ્રભાઈ સુથારને સૌથી વધુ આંગળીઓના કારણે ગીનીઝ બૂક ઓફ રેકોર્ડ અને લિમકા બૂક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. દેવેન્દ્રભાઈના હાથ અને પગે મળીને કુલ 28 આંગળીઓ છે. દેવેન્દ્રભાઈને ગીનીઝ બૂકમાં ઓફિશિયલી અમેઝિંગ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
જોકે દેવેન્દ્રભાઈએ આત્મવિશ્વાસ અને હિંમતના કારણે તેમને કુદરતે આપેલી દુનિયાની અજાયબીને બરકરાર રાખી જીવનમાં આગળ વધવાનું સ્વીકારી લીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -