✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પોલીસ જાપ્તા સાથે 'બાહુબલી' જોવા ગયેલી ‘ચીટર’ સાધ્વી જયશ્રીગીરી ફરાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jun 2017 07:12 AM (IST)
1

પછી જાણવા મળ્યું કે તે વતન ગાંધીનગરના સરગાસણ ખાતેથી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ આવવા નીકળી હતી અને રસ્તામાંથી જ ભાગી ગઇ હતી. જ્યારે ઝાયડસ હોસ્પિટલના સત્તાવાળા એવો દાવો કરી રહ્યા છે કે, જયશ્રીગીરી તો પાંચ દિવસમાં ત્યાં આવી જ નથી. તેને શોધવાની કામગીરી ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.

2

જયંતિભાઇએ બુધવારે પહેલા એવી જાહેરાત કરી હતી કે 5 દિવસથી સોલા સાયન્સ સીટી રોડ પરની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લવાતા બાથરુમમાંથી જયશ્રીગીરી સાંજે ભાગી ગઇ છે. તપાસમાં સોલા પોલીસને જડાણવા મળ્યું હતુ કે જયશ્રીગીરી બુધવારે હોસ્પિટલમાં આવી જ ન હતી.

3

જેલમાં મોકલાયેલી જયશ્રીગીરીએ તા. 4 જુનથી સારવાર માટે 10 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. બુધવારે સાંજે 7-51 વાગ્યે કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, સાધ્વી જયશ્રીગીરી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ગયા બાદ નાસી છૂટી છે.

4

ચીટર સાધ્વી ભાગ્યાની જાણ થતાં સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. જયશ્રીગીરી સારવાર માટે આવી જ નથી તેવી સ્પષ્ટ વાત ઝાયડસ હોસ્પિટલે કરતાં ક્રાઈમ બ્રાન્ચે ‘જાપ્તા પોલીસ’ના હેડ કોન્સ્ટેબલ જેંતિભાઈ અને મહિલા કોન્સ્ટેબલ (LRD) બેલાબહેનની પૂછપરછ કરી હતી. પોલીસ જાપ્તામાં રહેલા મહિલા કોન્સ્ટેબલ બેલાબહેન છેલ્લી બેચમાં જ પોલીસ તંત્રમાં જોડાયા છે.

5

અમદાવાદઃ પાલનપુરના મુક્તેશ્વર મઠની ‘ચીટર’ સાધ્વી જયશ્રીગીરી જાપ્તા પોલીસને ચકમો આપીને નાસી જતાં દોડધામ મચી છે. ઝાયડસ હોસ્પિટલમાંથી ભાગ્યાનો મેસેજ કન્ટ્રોલ રૂમને અપાયો હતો. મહિલા લોકરક્ષક અને હેડ કોન્સ્ટેબલ સહિત જાપ્તાના ચાર પોલીસકર્મીની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતાં એવો ઘટસ્ફોટ થયો છે કે, જયશ્રીગીરી હિમાલયા મોલમાં ‘બાહુબલી-2’ ફિલ્મ જોવા ગઈ હતી અને લઘુશંકાના બહાને થિએટરમાંથી નીકળીને બપોરે 3.35 વાગ્યે પલાયન થઈ હતી. મોડી રાત સુધી ભાળ નહીં મળતા પોલીસે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી કરી હતી.

6

જયશ્રીગીરી સામે શાહીબાગમાં સવા કરોડની ઠગાઈ, નિકોલ પોલીસ સ્ટેશનમાં 30 લાખની છેતરપિંડી ઉપરાંત મુક્તેશ્વર મઠના ડાયરામાં ફાયરિંગ ઉપરાંત ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરવા સહિતના વીસે’ક ગુના નોંધાતા ચર્ચાસ્પદ બની છે.

  • હોમ
  • ગુજરાત
  • પોલીસ જાપ્તા સાથે 'બાહુબલી' જોવા ગયેલી ‘ચીટર’ સાધ્વી જયશ્રીગીરી ફરાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.