ભરૂચઃ નર્મદા નદીને સુકીભઠ કરનારી ગુજરાત સરકારને જગાડવા સંતો કેમ મેદાને પડ્યા, જાણો કારણ
ભરૂચઃ છેલ્લા ચાર વર્ષથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા ભરૂચમાં નદી સુકીભઠ બની ગઈ છે. એક સમયે નદીના પટનો વિસ્તાર 1250 મીટર જેટલો વિશાળ હતો, જે આજે સુકાઇને 500 મીટર જ રહી ગયો છે. પરિણામે હવે નર્મદા સ્નાનનું પુણ્ય લેવા હવે શ્રધ્ધાળુઓને ચાણોદ સુધીનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. નર્મદા મૈયાને જીવંત કરવાની માંગ સાથે આગામી દિવસોમાં સાધુ સંતો ગાંધીનગરમાં સરકારને જગાડવા ઉપવાસ આંદોલન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનર્મદા નદી સુકીભઠ બની જવાને કારણે હિલ્સા માછલીનો 60 કરોડ રૂપિયાનો કારોબાર ઠપ થતાં 25 હજારથી વધારે માછીમારોની રોજગારી સામે સવાલો ઉભા થયાં છે. ફેબ્રુઆરી માસમાં શરૂ થતી હિલ્સા માછલીની સીઝન નિષ્ફળ જવાની ભિતિ સેવાઇ રહી છે. ભાડભુતના માછીમાર આગેવાન પ્રવિણ ટંડેલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લામાં 25 હજાર કરતાં વધારે માછીમાર પરિવારો વસવાટ કરે છે. તેઓ દરિયામાંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી રોજગારી મેળવે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહિ હોવાને કારણે નદીના મીઠા પાણી ખારા બની ગયાં છે જેના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી છે.
ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના અલખગીરીજી મહારાજે જણાવ્યું હતું કે, કેવડીયાથી ભાડભુત સુધીના નર્મદા નદીના પટ્ટા પર 200થી વધારે મંદિરો અને આશ્રમો આવેલાં છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યાં પ્રમાણે શિવાલયોમાં નર્મદા મૈયાના પવિત્ર જળથી શિવલિંગને અભિષેક કરવામાં આવતો હોય છે. છેલ્લા ચાર વર્ષથી નર્મદા નદી સુકીભઠ બની છે અને નદીમાં દરિયાના ખારા પાણી પ્રવેશી ગયાં છે. તેથી શિવજીના અભિષેક માટે નર્મદા નીર મળતા નથી.
, ડાઉન સ્ટ્રીમના 300થી વધારે ગામોમાં સિંચાઇના પાણીની સમસ્યા છે. 1.66 લાખ હેકટરના કાર્યક્ષેત્રમાં માંડ 20 થી 25 હજાર હેકટર જમીનને નર્મદા કેનાલના પાણી મળે છે. દરીયાના ખારા પાણી નદીમાં નાંદની આગળ સુધી પહોંચી જતાં ખારપાટની સમસ્યા વિકટ બની છે. નર્મદા નદીના બંને છેડા તરફના 10 કીમીના વિસ્તારમાં ભુર્ગભ જળ ખારા બની ગયાં છે. સરકારે સૌની યોજના, રીવર ફ્રન્ટમાં સી પ્લેન માટે પાણીનો વેડફાટ કરી નાંખતા નર્મદા ડેમમાં પાણી ખલાસ થઇ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -