વિદેશ જવા ગુજરાતી પરિવારે ચલાવ્યું આવું ચક્કર, એરપોર્ટ પર પકડાઈ જતાં થયો પર્દાફાશ, જાણો વિગત
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એડિશનલ ડીસીપી રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સ 21 દિવસ બાદ કેનેડાથી પરત ફરવાના હતા અને ડુપ્લીકેટ પાસપોર્ટ અને વિઝાની વ્યવસ્થા કરનાર એજન્ટ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ એરપોર્ટ પરથી બોર્ડિંગ સમયે પ્રિલિમનરી ઈન્વેસ્ટીગેશન સમયે દસ્તાવેજો યોગ્ય હોવાનું અને 8 વર્ષ સુધી વેલિડ હોવાનું નોંધ્યું હતું. જોકે પરિવારે એરપોર્ટ સિક્યોરિટીને માત આપવા માટે પાસપોર્ટ પરના ફોટોગ્રાફ બદલી નાખ્યા હતા અને ડુપ્લીકેટ ઓળખપત્રો બતાવ્યાં હતાં.
તેઓ ડમી નામે મુસાફરી કરી રહ્યા હતા તે અંગે જવાબ ના આપી શકતાં સીટી એરપોર્ટ પર તેમને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ડુપ્લીકેટ પાસપોર્ટ પર પ્રવાસ કરતો એક પરિવાર ઝડપાયો હતો. દોહા એરપોર્ટ પરથી ડુપ્લીકેટ પાસપોર્ટ અને વિઝા પર પ્રવાસી કરી રહેલા એક યુવક તેની પત્ની અને પુત્રને સરદાર વલ્લભભાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતાં. જ્યાંથી ઈમિગ્રેશન અધિકારીઓએ ત્રણેયને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હવાલે કરી દેવામાં આવ્યા છે.
ત્રણેય શખ્સ કેનેડાના મોન્ટ્રીયાલ જવા માટે ફ્લાઈટ બદલી રહ્યા હતા તે દરમિયાન કતારના દોહા એરપોર્ટ ઈમિગ્રેશન ચેક વખતે પાસપોર્ટ અને વિઝા ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.
ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યા મુજબ, અમદાવાદના પાલડી વિસ્તારના રહેવાસી સંજીવ શેઠ, હેતલ શેઠ અને મનુષ શેઠના નામના દસ્તાવેજો પર મહેસાણા જિલ્લાના બ્રિજેશ પટેલ અને તેની પત્ની જશી પટેલ તથા પુત્ર મયુર પટેલ પ્રવાસ કરી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -