ગુજરાતની ઘટના: સેમસંગનો મોબાઈલ ધડાકાભેર બ્લાસ્ટ થયો પછી શું થયા ઘરના હાલ? જુઓ તસવીરો
મોબાઈલ બ્લાસ્ટને કારણે ઘરમાં નુકસાન થયું હતું. લગભગ મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરી રહ્યા છે. ત્યારે ચાર્જિંગમાં મોબાઈલ હોય ત્યારે ફોન પર વાત ન કરવી. તેમજ ચાર્જિંગના સમયે મોબાઈલનો ઉપયોગ ટાળવો. ઘરમાં મોબાઇલમાં બ્લાસ્ટ થવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સેમસંગ કંપનીનો સ્માર્ટફોન ઘરમાં ચાર્જ માટે રાખવામાં આવ્યો હતો તે વખતે કોઈ કારણસર મોબાઈલમાં ધડાકાભેર અવાજની સાથે મોબાઈલ સળગવા લાગ્યો હતો. મોબાઈલમાં ધડાકો થતાં જ સૌ ચોંકી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના લાખણીના ભાકડીયાલ ગામે સેમસંગ કંપનીનો સ્માર્ટફોન ચાર્જિંગ કરવા મૂક્યો હતો તે સમયે મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થયો એ વખતે તેનો અવાજ એટલો ખતરનાક હતો કે ઘરમાં મોટું નુકસાન થયું હતું.
પાલનપુર: આપણે ઘણી વખત સાંભળ્યું છે કે અલગ-અલગ કંપનીના સ્માર્ટફોન ચાર્જિગ સમયે બ્લાસ્ટ થયા હોય અને તેમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અથવા તો નાની મોટી ઈજાઓ પહોંચી હોય તો આવો જ એક કિસ્સો બનાસકાંઠામાં બન્યો છે.