ગુજરાત હાઈકોર્ટે મોકલેલાં 10માંથી ક્યાં પાંચ નામ હાઈકોર્ટ જજ બનવા કરાયાં મંજૂર? ક્યાં પાંચ નામ ફગાવાયાં? જાણો વિગત
ગુજરાતના 5 જજ ઉપરાંત છત્તીસગઢ હાઈ કોર્ટના 4 જજ, મદ્રાસ હાઈ કોર્ટ માટે 2 જજ અને બોમ્બે હાઈ કોર્ટ માટે 1 જનના નામને મંજૂરી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાને મંજૂરી આપી દીધી છે. કોલેજિયમે ઇન્દુ મલ્હોત્રા ઉપરાંત કુલ 12 નામોને મંજૂરી આપી છે જેમાં ગુજરાતના પાંચ નામ પણ સામેલ છે.
કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે એડવોકેટ ભાર્ગવ કારીયા, મેઘા જાની, સંગીતા વિસેન તેમજ જ્યુડિશિયલ ઓફિસરો પ્રણવ દેસાઈ અને પી.આર. પટેલના નામો વિવિધ કારણોસર પડતા મૂકવામાં આવ્યા છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાર એડવોકેટ અને છ જિલ્લા જજ અને જ્યુડિશિયલ ઓફિસરની ભલામણ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત નામની ભલામણ સ્વીકારવામાં આવી છે જેથી હવે તેઓ હાઈકોર્ટના જજ બની શકશે.
કોલેજિયમે એડવોકેટ ઉમેશ ત્રિવેદી, ગાંધીનગર જિલ્લાના જજ એ.સી. રાવ, અન્ય જ્યુડિશિયલ ઓફિસરો વી.પી. પટેલ, વી.બી. માયાણી અને આશુતોષ ઠાકરના નામની ભલામણનો સ્વીકાર કર્યો છે.
અમદાવાદઃ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા અને જસ્ટિસ ચેલમેશ્વર અને જસ્ટિસ રંજન ગોગોઇના વડપણ હેઠળના કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના નવા જજ તરીકે પાંચ નામોની ભલામણ સ્વીકારી છે. જ્યારે પાંચ નામોને ફગાવી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -