જામનગરઃ પોતાના મોતની આગાહી ખોટી પડતાં હરિબાપાએ શું કહ્યું? જાણો
હોસ્પિટલમાં તબીબે હરિબાપાની તબીયત સ્વસ્થ હોવાનું જણાવતા ઉમટેલા ગ્રામજનો, ભાવિકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. સાંજે ૭.૩૦ કલાકે નાટકીય ઢબે હરિબાપા ભાનમાં આવી ગયા અને ૧૦૮ મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામનગર: જામવણથલી ગામે 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જોકે, તેમની આગાહી સાચી પડી નહોતી. હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી.
આ સમયે હરિબાપા બોલ્યા કે હરિએ મને પરમધામ દેખાડ્યું , જ્યાં સુર્ય-ચંદ્ર જેવું કંઇ છે જ નહીં. તેમણે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, મને એટેક આવી ગયો ને મને હરિ લેવા નથી આવ્યા. હવે આપણે ખોટા પડી ગયા બીજું શું. બીજું શું કઉં. હરિબાપાની આ આગાહી પછી હરિને બદલે પોલીસ લેવા આવી. મેડિકલની ટીમે ચેકઅપ કર્યું તેઓ સ્વસ્થ હતા. ત્યારબાદ તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.
ગઇકાલથી સૌરાષ્ટ્રભરના દરેક ગામના લોકોમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આગાહી પછી દેહત્યાગ ન થતા સૌરાષ્ટ્રભરના લોકોમાં અંધશ્રધ્ધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરિબાપાએ પોતાને હરિ પ્લેનમાં લેવા આવવાના છે તેવો દાવો કર્યો હતો. પરંતુ તે દાવો પોકળ નીવડ્યો છે.
પાંચ વાગ્યે પોતાને ભગવાન લેવા આવવાનો સમય આપ્યો હતો. પરંતુ હરિબાપાને હરિ ન આવ્યા લેવા. જેને લઇને ગ્રામજનો સહિત ઉમટી પડેલા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે હરિબાપાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -