અમદાવાદઃ 14 વરસની છોકરીને 28 વર્ષના યુવક સાથે બંધાયા સંબંધ, પરિવારે રાખવા માંડી નજર ને અચાનક.....
આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી 14 વર્ષ અને 7 માસની ઉંમર ધરાવતી છોકરી ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. આ છોકરી ટ્યૂશન જતી હતી ત્યારે કરીના જગતપુર રોડ ભાવિકનગર રો હાઉસમાં રહેતા જિમ્મી ત્રિભોવનભાઇ મકવાણા નામના યુવાનના સંપર્કમાં આવી હતી.
છોકરી અને તેની માતા ચાલતાં ઘરે આવી રહ્યાં હતાં ત્યારે જગતપુર રોડ નવરંગ હાઈસ્કૂલ પાસે છોકરીનો પ્રેમી જિમ્મી બાઈક લઇને આવ્યો હતો અને ઈશારો કરતાં જ છોકરી બાઈક પાછળ બેસી જતાં તેને ભગાડે લઇ ગયો હતો. છોકરીની માતાએ તેમને પકડવા બૂમાબૂમ કરી રહી હતી પરંતુ બંને બાઈક પર ફરાર થઇ ગયા હતા.
આ અંગે છોકરીની માતાએ પતિને જાણ કરતાં તે તરત જિમ્મીના ઘરે પહોંચ્યા હતા તેમજ તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. તેમણે તમામ સંભવિત સ્થળે તપાસ કરી હતી પરંતુ જિમ્મી કે પુત્રીની ભાળ ના મળતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર જિમ્મી ત્રિભુવનદાસ શંકરલાલ ઉં.વ.28 , સગીરા કરતા બમણી ઉંમરનો હોવાથી તેમના વિરૂદ્ધમાં પોલીસે કલમ-186,363,366,354 લગાડી પ્રેમ પ્રકરણમાં અપહરણનો ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ પી.આઈ. એ.સી. પટેલના વડપણ હેઠળ થઈ રહી છે.
બંને વચ્ચે સંબંધો બંધાયા હતા અને છોકરીના પરિવારને આ સંબંધોની જાણ થઈ ગઈ હતી. તેથી છોકરીની માતા તેને ટ્યૂશનમાં લેવા અને મૂકવા જતી હતી કે જેથી છોકરી તેના પ્રેમીને મળે નહીં. ગુરુવારે બપોરે 3 વાગે છોકરી ટ્યૂશન ગઇ હતી અને તે સાંજે 5 વાગ્યે છૂટતાં તેની માતા તેને લેવા ગઇ હતી.
જો કે સગીરા અને પ્રેમી બંને વધારે ચાલાક નિકળ્યાં. ગુરૂવારે છોકરીને ટ્યુશનેથી લઈને તેની માતા આવતી હતી ત્યારે અચાનક તેનો પ્રેમી આવી ગયો હતો. છોકરી તરત જ પ્રેમીની બાઈક પર બેસી ગઈ હતી અને માતાની નજર સામે પ્રેમી બાઈક ઉપર બેસાડીને ભગાડીને લઇ ગયો હતો.
અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને ધોરણ -10 માં અભ્યાસ કરતી ચૌદ વર્ષની સગીરાને ટ્યુશન પર જતી વખતે તેનાથી બમણી ઉંમરના પ્રેમી સાથે સંબંધ બંધાયા હતા. સગીરાના ઘરે આ વાતની ખબર પડતાં સગીરા પર પરિવારનાં લોકોએ નજર રાખવા માંડી હતી. સગીરા ટ્યુશને જતી ત્યારે તેની માતા સાથે જતી હતી.