અમદાવાદઃ ધનિક બિલ્ડરની પત્નિની ફરિયાદ, મારો પતિ વિયાગ્રા લેવા છતાં સેક્સ માણી શકતો નથી તેથી...........
બિલ્ડરની પત્નિનો આક્ષેપ છે કે, બિલ્ડર પતિ મસલ્સ બનાવવા માટે દરરોજ ઇન્જેક્શનો લેતો હતો અને ચરસ-ગાંજાનો બંધાણી હોવાથી પરિણીતા પર ગુસ્સે થઈ વારંવાર માર-મારતો હતો. 4 વર્ષથી પીડા સહન કરતી પરિણીતાએ આખરે કંટાળીને વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં અકુદરતી સેક્સ તેમજ દહેજની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ફરિયાદ તેના સસરાએ તો પરિણીતાને કહ્યું હતું કે, તું તો ભીખારી ઘરની છે, અમે તો રાજાશાહી જીવન જીવવાવાળા છીએ અને 5 થી 6 રખાતો રાખીએ છીએ. તેમણે યુવતીને રિવોલ્વરથી ગોળી મારીને પતાવી દઈશું, તેમ કહી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી.
પરિણીતાએ તેના પતિ પર આક્ષેપ કર્યો છે કે, મારો પતિ વિયાગ્રા લેવા છતાં શારીરિક સુખ ના માણી શકતાં મને પરાણે ઓરલી સેક્સ કરાવતો હતો. તેની સાથે અકુદરતી સેક્સ કરતો હતો. આ ઓછું હોય તેમ વેલેન્ટાઇન ડેના દિવસે પણ પતિ અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો ઝડપાયો હતો.
અમદાવાદઃ જામનગર અને અમદાવાદમાં રીયલ એસ્ટેટનો બિઝનેસ કરતા શ્રીમંત બિલ્ડર સામે તેની જ પત્નિએ જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે. પત્નિએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મારો પતિ વિયાગ્રા લેવા છતાં શારીરિક સુખ માણી શકતો નથી મારી પાસે જબરદસ્તીથી ઓરલ સેક્સ કરાવતો હતો.
આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે. તેણે પતિનાં કરતૂતો સામે વાંધો ઉઠાવ્યો પછી દહેજ માગીને તેની જાતિય સતામણી કરાઈ હતી. બિલ્ડરની પત્નીએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે સાંજે નોંધાવી છે.
બિલ્ડરે પોતાની સાથે અકુદરતી સેક્સ માણ્યું હોવાનો આક્ષેપ પણ બિલ્ડરની પત્નિએ કર્યો છે. પરિણીતાએ પતિનાં કાળા કરતૂતોની જાણ સાસરિયાંને કરતાં તે લોકો પણ ‘પૈસાદાર લોકો તો આવું જ કરે’ તેમ કહી પરિણીતાને ધમકાવતાં હતા. પરીણિતાએ આ અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.