શંકરસિંહ બાપુનો હુંકારઃ મહેન્દ્રે ભાજપના દબાણથી નિર્ણય લીધો હશે પણ બાપુ કોઈના બાપથી નથી ડરતા.........
આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ પર ભાજપનું દબાણ હોય શકે છે પણ મારા પર કોઈનું દબાણ નથી. ભાજપને સીધો પડકાર ફેંકતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મને સીબીઆઈ કે ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો ડર નથી.
બાપુએ કહ્યું કે, આ રીતે ચોરીછૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે, બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા ને આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.
વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, એક સપ્તાહમાં મારા સમર્થક તમામ કાર્યકરોને બોલાવીને મહેન્દ્રસિંહે ભાજપમાં જવું કે નહીં, તે અંગે પૂછીને નિર્ણય કરવામાં આવશે. જો કાર્યકરો આ નિર્ણય સ્વીકારે નહીં તો તેમણે ભાજપનો ખેસ ઉતારી દેવો જોઈએ અને જો ખેસ નહીં ઉતારે તો અમારા પિતા-પુત્રના સંબંધો પૂર્ણ થઈ જશે.
અમદાવાદઃ રથયાત્રાના દિવસે એટલે કે 14 જુલાઈએ સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખુદ શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્રના આ નિર્ણય સામે નારાજગી બતાવી છે.
રથયાત્રાના દિવસે જ શંકરસિંહ વાઘેલાએ બપોરે પોતાના જ પુત્રને એક અઠવાડિયામાં ભાજપ છોડવા ફરમાન કર્યું છે. મહેન્દ્રસિંહ ભાજપ ના છોડે તો પિતા-પુત્રના સંબંધો પૂરા થઈ જશે તેવી ચીમકી પણ બાપુએ આપી છે. આજે બપોર બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.