શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ અંતે ભાજપમાં જોડાયા, જાણો કઈ લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી?
જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન ના થતાં મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે. ભાજપ સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ ચૌહાણની ટિકિટ કાપશે એ નક્કી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ એક હતા.
મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપના મુખ્યમથક કમલમ ખાતે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા હોવાની માહિતી તેમની નજીકનાં સૂત્રોએ આપી હતી. મહેન્દ્રસિંહ ભાજપની ટિકિટ પર સાબરકાંઠા લોકસભા બેઠક પરથી 2019માં ચૂંટણી લડે તેવી શક્યતા છે.
ગાંધીનગરઃ કોંગ્રેસને રામ રામ કરનારા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. વાઘેલનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું કે, મહેન્દ્રસિંહ વાઘેલા શનિવારે રથયાત્રાના દિવસે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ તરફથી આ વાતને સત્તાવાર રીતે સમર્થન નથી અપાયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -