નલિન કોટડીયા સામે કોર્ટે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું છે આરોપ
અમરેલીઃ બીટકોઈન પ્રકરણમાં છેલ્લાં ઘણા સમયથી સી.આઈ.ડી.ને નચાવતા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા સામે કોર્ટે આદેશ જાહેર કર્યો છે. ગત 18 જુને અમદાવાદની કોર્ટ દ્વારા નલીન કોટડીયાને એક માસની મુદત આપીને કોર્ટ સમક્ષ 30 દિવસની અંદર હાજર થવાનો આદેશ કર્યો હતો. જોકે આ જાહેરનામાને 25 દિવસ થયાં બાદ પણ હજુ સુધી નલિન કોટડીયા હાજર થયા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના બિટકાઈન પ્રકરણ કેસમાં કોર્ટે એક માસની મુદત આપી હતી. જે માટે ધારીમાં મામલતદાર કચેરી અને બસ સ્ટેન્ડ નજીકના પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓ પર કોટડીયાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા.
બીટકોઇન પ્રકરણમાં નામ બહાર આવ્યા બાદ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પોલીસ પકડમાં આવી નથી રહ્યા. જે અંગે સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા અમદાવાદની સીટી સેશન કોર્ટમાં આરોપી નલિન કોટડીયાને હાજર થવાનું જાહેરનામું બહાર પાડી દીધું છે.
ધારી પંથકમાં પોસ્ટરો લાગતા ફરી બિટકોઈન પ્રકરણ ચર્ચાના એરણે ચડ્યું છે. છેલ્લા બે માસથી નલીન કોટડીયા સોશ્યલ મીડિયામાં પોતે નિર્દોષ હોવાના ઇન્ટરવ્યું મોકલતા હતા. પરંતુ હવે સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચ મજબુત સકંજો કસતા કોટડીયા ભુગર્ભમાં ઉતરી ગયા છે.
આ જાહેરનામુ બહાર પડ્યાને 25 દિવસ થઈ ગયા છે ત્યારે હજુ પણ કોટડિયાના કોઈ એંધાણ નથી, પરંતુ હવે જોવુ રહ્યું કે બાકીના 5 દિવસોમાં નલિન કોટડીયાને શોધવામાં સી.આઈ.ડી.ક્રાઈમ સહીત પોલીસ તંત્ર કેવી કામગીરી કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -