ગુજરાતનું નવું નજરાણું: ચિલોડાથી શામળાજી વચ્ચે સિક્સ લેન બનશે, કેટલા ઓવર અને અંડર બ્રિજ બનશે, જાણો વિગત
રાજેન્દ્રનગર, ગાંભોઇ, સહકારી જીન, મેડીકલ કોલેજ, મોતીપુરા (GIDC), સાબરડેરી, પ્રાંતિજ, મજરા અને છાલા પાસે ફ્લાય ઓવર ક્યાં બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગડાધર, રાયગઢ, હાજીપુર, સલાલ, કમાલપુર, તાજપુર, ચંદ્રાલા, છાલા અને ધણપ પાસે અંડર પાસ બનશે.
શામળપુર, ખારી, ટીંટાઇ, છત્રેસરી, સરવણા, વાંટડા, આગિયોલ, કાંકણોલ, દલપુર, સોનાસણ, પીલુદ્રા, ગીયોડ અને સીહોલી પાસે લાઇટ વેહીકલ અંડર પાસ બનશે.
હિંમતનગરની સાબરડેરીથી કાંકણોલ સુધીના માર્ગ પર 830 મીટરથી 910 મીટર લંબાઈના 4 ઓવર બ્રીજ બનાવવામાં આવવાના છે જેના કારણે સાબરડેરીથી કાંકણોલ સુધીનો અકસ્માત ઝોન બની ગયેલ ભારે અવર-જવર વાળો હાઈવેની સમસ્યાથી છૂટકારો થશે. આ કામગીરી મોટા ભાગે દોઢેક વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર છે અને તેની પાછળ અંદાજે રૂ. 700 કરોડનો ખર્ચ થનાર છે.
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવ 8ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત 93 કી.મી.ના અંતરમાં 9 જેટલા ફ્લાયઓવર, 9 અંડર બ્રિજ અને 13 જેટલા નાના વાહનો માટેના અંડર બ્રિજ બનાવવામાં આવવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -