વલસાડમાં ટેમ્પો સાથે કાર અથડાતાં બે NRI સહિત છનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2017 10:44 AM (IST)
1
2
મળતી વિગતો અનુસાર, લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા બે એનઆરઆઈ કેનેડાથી ગણદેવી આવતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતગ્રસ્ત ટેમ્પો મુંબઈ હાઈવે તરફ જઈ રહ્યો હતો, જ્યારે કાર મુંબઈથી નવસારી આવી રહી હતી.
3
ટેમ્પો અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં કારનો ભૂક્કો વળી ગયો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતાં.
4
આ દરમિયાન કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલા ટેમ્પો સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.
5
વલસાડઃ વલસાડના સરોધી ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે થયેલા એક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે NRIનો સમાવેશ થાય છે જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.