✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમરનાથ હુમલોઃ ડ્રાઈવર સલીમની બહાદુરીથી પ્રભાવિત થઈને આ સેલિબ્રિટીએ આપ્યા 5 લાખ રૂપિયા, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jul 2017 10:22 AM (IST)
અમરનાથ હુમલોઃ ડ્રાઈવર સલીમની બહાદુરીથી પ્રભાવિત થઈને આ સેલિબ્રિટીએ આપ્યા 5 લાખ રૂપિયા, જાણો
1

આતંકવાદીઓએ સોમવારે રાત્રે એક બસ પર હુમલો કર્યો હતો જેમાં છ મહિલાઓ સહિત ગુજરાતના સાત અમરનાથ યાત્રિઓનું મૃત્યું થયું હતું. આ હુમલામાં 32 અન્ય યાત્રી ઘાયલ થયા હતા. સોનૂ નિગમ ઘણીવખત સમાજની ભલાઈ માટે કામ કરવા માટે ચર્ચામાં રહે છે. તે કુપોષણની વિરૂદ્ધ લડાઈ લડનાર એક સંસ્થાના ગુડબિલ એમ્બેસેડર પણ છે. તેમણે એક ટ્રાન્સજેન્ડર બેન્ડ લોન્ચ કરવામાં પણ મદદ કરી હતી અને બેન્ડના એક ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો.

2

અમરનાથ યાત્રા માટે જઈ રહેલ બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, પરંતુ ટાયર ફાટવા છતાં સલીમે બસને એક સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડી. સલીમની સાથે જ બસના માલિક હર્ષ દેસાઈએ પણ પોતાની આગવી સમજનો પરિચય આપતા સલીમને બસને સુરક્ષિત સ્થળ પર રોકવા માટે કર્યું.

3

સોનૂના નજીકના સૂત્રો અનુસાર, સલીમની બહાદુરી અને સમજદારીથી સોનૂ નિગમ ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમણે ડ્રાઈવરને 5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. સોનૂનું માનવું છે કે, આવા નાયકોને પુરસ્કાર મળવા જોઈએ. આ સમાચારની પુષ્ટિ કરતા સોનૂએ અંગ્રેજી અખબારને જણાવ્યું કે, આવા લોકોને સરકાર તરફતી હંમેશા બહાદુરીના મેડલ મળે છે, પરંતુ તેમને આર્થિક રીતે પણ મદદ મળવી જોઈએ.

4

મુંબઈઃ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રિઓ પર થયેલ આતંકી હુમલામાં તમામ યાત્રિઓના જીવ બચાવનાર બસ ડ્રાઈવર સીલમ શેખે દેશમાં બધાનું દિલ જીતી લીધું છે. જાણીતા ગાયક સોનૂ નિગમે સલીમની બહાદુરીથા પ્રભાવિત થઈને તેમને પુરસ્કાર તરીકે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • અમરનાથ હુમલોઃ ડ્રાઈવર સલીમની બહાદુરીથી પ્રભાવિત થઈને આ સેલિબ્રિટીએ આપ્યા 5 લાખ રૂપિયા, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.