Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નડીયાદથી ગોધરા જતી ST બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના કેવી રીતે બચાવ્યા જીવ?
જોકે 108ના આવતા તુરંત રિક્ષા મારફતે ડાકોર સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં દિનેશભાઈને મૃત જાહેર કર્યાં હતા પોતાની ફરજને જીવ કરતાં મુસાફરો અને ફરજને પ્રાધાન્ય આપી 22 જીવ બચાવનારને મુસાફરો અને અધિકારીઓએ ભાવભીની શ્રદ્ધાંજલી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડ્રાઇવરે કંડક્ટરને પોતાની પાસે બોલાવી પોતાને એટેક આવ્યો હોવાનું કંડક્ટરને જણાવ્યું હતું. બસના મુસાફરોને બીજી બસમાં મોકલી આપવા કહ્યું હતું અને પછી બેભાન થઈ ગયો હતો. જેથી મુસાફરો અને કંડક્ટરે 108ને ફોન કર્યો હતો.
ડ્રાઈવરને સારવાર માટે ડાકોર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મરતા મરતાં પણ પોતાની ફરજ અદા કરનાર ડ્રાઈવરને મુસાફરો, કંડક્ટર અને એસ.ટી વિભાગના અધિકારીઓએ વધાવી લઈ તેમના અવસાન બાબતે દિલાસો વ્યક્ત કર્યો હતો.
ખેડા: નડીયાદથી ગોધરા તરફ જવા નિકળેલી એસ.ટી. બસના ડ્રાઈવરને ડાકોર નજીક હાર્ટ એટેક આવ્યો હતો. 43 વર્ષની ઉંમરના દિનેશ ધીરૂભાઈ વસઇયાંને એટેક આવ્યો હતો. બસમાં સવાર કંડક્ટર અને 21 મુસાફરોને બચાવવા ડ્રાઈવરે પોતાની સમય સૂચકતા વાપરી હતી. બસને રોડની સાઈડમાં પાર્ક કરી કંડક્ટરને એટેકની જાણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -