30-31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
પીએમ મોદી સૌ પ્રથમ ‘વોલ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સાંજે જ અમદાવાદ આવી પહોંચશે. તેઓ એનેક્સી અથવા તો સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. અહીંથી સવારે 9 કલાકે તેઓ ચોપર મારફતે કેવડિયા કોલોની જશે. અહીં પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી ‘વેલી ઓફ ફ્લાવર’ની મુલાકાત લેશે. 15થી 20 મિનિટના રોકાણ બાદ તેઓ ટેન્ટ સીટી જોવા પહોંચશે. ટેન્ટ સીટીમાં પણ વડાપ્રધાન 15થી 20 મિનિટ સુધી રોકાય એવી સંભાવના છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમનો સુંદર નજારો દેખાય છે. મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ 3 કલાકનો રહેવાની સંભાવના છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની સાથે જ ભારત વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ધરાવતો દેશ બની જશે.
ત્યાર બાદ નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમ લગભગ 1 કલાક જેટલો ચાલશે. જેમાં તેઓ જનમેદનીને પણ સંબોધશે. ત્યાર બાદ તેઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુખ્ય સ્થળે જવા રવાના થશે. ત્યાં પહોંચવાના માર્ગમાં બંને બાજુએ દેશનાં અન્ય રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવનારું છે.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવા માટે કેવડીયા કોલોની આવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સરોવર ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું તેઓ લોકાર્પણ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -