'અમને જીવવાં કરતાં મરવું સારું લાગે છે' કેનાલમાં ઝંપલાવી આપધાત કરનાર 4 યુવતીઓની સુસાઈડ નોટ
સુસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે આ સુસાઇડ નોટ મીનાક્ષી નામની યુવતીએ લખી છે, સુસાઇડ નોટ પ્રમાણે 'હું મીનાક્ષી, હું મારા આપથી મરૂ છું, આમા કોઇનો વાંક નથી, મારે વાલની બીમારી હતી, એટલે મારે જીવવાનો કોઇ અધિકાર ન હતો, એટલે કેનાલમાં પડીને મરૂ છું'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાઃ બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામની ચાર યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે મોટા પાયે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
આપઘાત પહેલા ચારેય યુવતીઓએ એક સુસાઇડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં તેમણે આપઘાતનું કારણ જણાવ્યું હતું. કેનાલ પાસેથી મૃતક યુવતીઓના ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઇડ નોટ હાથે લખેલી છે, જેમાં ચારેય યુવતીઓ ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે.
સુસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે, 'શિલ્પાએ મને વાત કરી હતી, મારે જીવવાનો કોઇ અધિકાર નથી. શિલ્પાના મા-બાપનો કોઇ વાંક નથી. શિલ્પાના સાસરિયા તેડવા આવતા ન હતા, મારે અને શિલ્પાએ સાસરિયે જવું ન હતું, કારણ કે શિલ્પાનો હસબન્ડ ગમતો ન હતો એટલે મરવા તૈયાર થઇ છે. અમે મરવા જઇ રહ્યાં હતા ત્યાં જમના અને હકી આવી હતી તેઓને સમજાવી પરંતુ તે પણ તૈયાર થઇ ગઇ, અમને જીવવા કરતાં મરવું સારું લાગે છે'.
- - - - - - - - - Advertisement - - - - - - - - -