હાર્દિક પટેલના સમર્થકો અને ભાજપ કાર્યકરો વચ્ચે ક્યાં થઈ ધોકાવાળી? જાણો વિગત

હાર્દિક પટેલના સમર્થકો ગાડીમાંથી લાકડી અને પાઈપ જેવા હથિયારો સાથે નીચે ઉતરી વિરોધ કરનાર યુવાનોને મારવા ફરી વળ્યા હતાં તેવું જાણવા મળ્યું હતું. આ બનાવમાં ચાર જેટલા પાટીદાર યુવાનોને ઈજા પહોંચી છે.
કારને પણ નુકશાન થયું હતું. જો કે આ સંદર્ભે હજી સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પરંતુ આગામી સમયમાં આ મુદ્દો ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવું લાગી રહ્યું છે.
જોકે અમદાવાદથી રૂપાલ ગામ આવતાં પહેલાં સરઢવ ગામ પાસે હાર્દિક પટેલનું પુતળું બાળવાનું ભાજપના કાર્યકરોએ આયોજન કર્યું હતું. હાર્દિક પટેલના સમર્થકોને આ ઘટના અંગે જાણ થઇ જતાં તેમને કારમાં રહેલું પુતળું લઇ લીધું હતું અને કારમાં સવાર ભાજપના યુવા કાર્યકરો અને હાર્દિક પટેલના સમર્થકો વચ્ચે ધોકાવાળી પણ થઇ હતી.
ત્યારે આજે સાંજના સમયે સભા સ્થળે જતાં પહેલાં હાર્દિક પટેલ તેના સમર્થકો સાથે રૂપાલ ગામના વરદાયીની મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનોએ તેનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી 10થી વધુ કાર સાથે હાર્દિક પટેલ તેના સમર્થકો સાથે માણસા જવા રવાના થયો હતો.
જોકે આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આગામી સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. માણસા ખાતે પાસ નેતા હાર્દિક પટેલની જાહેર સભાની મંજુરી રદ થવાના કારણે આમ પણ માહોલ તંગ હતો.
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે પાસ નેતા હાર્દિક પટેલની જાહેર સભા પહેલાં સરઢવ ગામ પાસેથી તેનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ ઉપર ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ કરવા ઉભા રહ્યાં હતા ત્યારે હાર્દિક પટેલના સમર્થકોએ કારમાં તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકરને ધોકાવ્યા હતા.