સુરેન્દ્રનગરઃ માલવણ હાઈવે પર જાન લઈ જતી આઇસરને નડ્યો અકસ્માત, એકનું મોત, 24 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Feb 2019 10:10 AM (IST)
1
2
વિરમગામથી જીજે-38, ટી-6542 નંબરની આઇસર લઈને હળવદના માનસર ગામે જાન જઈ રહી હતી. દરમિયાન મજેઠી પાસે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
3
4
સુરેન્દ્રનગરઃ માલવણ હાઈવે પર મોડી રાત્રે જાન લઈ જતી આઇસરને અકસ્માત નડતાં એકનું મોત થયું છે, જ્યારે 24થી વધુ ઘાયલ થયા છે. અકસ્માતને કારણે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. મજેઠી પાસે રોડ પર ઉભેલી જીજે12, એઝેડ-5492 નંબરની ટ્રક પાછળ આઇસર ઘૂસી જતાં અકસ્માત થયો હતો.