મહીસાગર: જાનૈયા ભરેલા ટેમ્પોએ બે વાર મારી પલ્ટી, 4નાં મોતથી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહીસાગરઃ મહીસાગરના વિરપુર તાલુકાના વઘાસ ગામેથી કારંટા ગામે જતી જાનને અકસ્માત નડતાં 4નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 30ને ઈજા થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે લોકોના જણાવ્યા અનુસાર ડ્રાયવર દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આ ઘટના ઘટી જ્યારે તપાસ કરતા ડ્રાયવર ફરાર હતો.
માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લુણાવાડાથી ગોધરા સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાતાં શર્મીષ્ટાબેન સુરેશભાઈ તથા રમીલાબેન કનુભાઈ, ચંદુભાઈ બાબુભાઇ નાયક ત્રણેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
વઘાસ ગામના નાયક મંગળભાઈ શનાભાઈના પુત્ર રોનકકુમારની જાન વઘાસથી કારંટા જતાં લીંબોડા પાસે જાનૈયા ભરેલા ટેમ્પોના ડ્રાયવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 45 જેટલા જાનૈયા સાથે ટેમ્પાએ બે પલ્ટી મારતા કેટલાંકને ગંભીર ઈજાઓ પહોંચતા લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યારે લુણાવાડાથી ગંભીર ઇજાઓ થનાર દર્દીઓને વડોદરા, મોડાસા તથા વાત્રક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -