પાટીદારોને ચર્ચા માટે સરકારનું ખુલ્લુ નિમંત્રણ, શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ? જાણો
રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.
ચાણસ્મા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલનને એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે પાટીદારોએ 25 ઓગસ્ટને ક્રાંતિ દિન અને 26 ઓગસ્ટને શહીદ દિન તરીકે મનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીના બહાને પાટીદાર આંદોલન ફરી ભડકાવાય નહીં એ માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્ય સરકારે પાટીદારો સાથે નવેસરથી ચર્ચા કરવા તૈયારી બતાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -