રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા
આ સાથે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જે જગ્યાએ ગૌશાળાઓમાં પશુપાલકો નક્કી કરશે તે બે મહિના દરમિયાન મોટા પશુ દીઠ પ્રતિદિન 70 રૂપિયા અને નાના પશુ દીઠ દરરોજના 35 રૂપિયા સહાય ચુકવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, આ 51 તાલુકામાં જે ઘરે પશુ રાખતા હોય તેને 2 રૂપિયે કિલો ઘાસ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ મહત્વની જાહેરાત કરવા નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય ત્યાં ઓછો વરસાદ થવાને કારણે પાક સુકાઈ ગયો હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવશે.
ગાંધીનગરઃ રાજ્યમાં પડેલા ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યાં હતા. રાજ્ય સરકારે વધુ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્યમાં પીવાનું પાણી મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠામાં એક વર્ષ ચાલે તેટલું પાણી છે.
આ પહેલા રાજ્ય સરકારે 16 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યાં હતા. ત્યારે આજે ખેડૂતોને લાભ આપવા માટે વધુ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. આ તાલુકાઓ 1 ડિસેમ્બર 2018થી અછતગ્રસ્ત ગણાશે. આ સાથે કચ્છ જિલ્લામાં જ્યાં ગંભીર સમસ્યા છે ત્યાં 2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે. રાજ્ય સરકાર 4 કરોડ કિલો ઘાસની ખરીદી કરશે. 11 રૂપિયા કિલો ઘાસની ખરીદી કરીને ખેડૂતોને 2 રૂપિયે કિલો આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -