હાઈકોર્ટમાં ત્રણ જીલ્લાના લોકોએ માંગી નશો કરવાની છૂટ, જાણો શુ કરી દલીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2017 04:22 PM (IST)
1
બંધાણીઓએ દાવો કર્યો છે કે તેઓ વર્ષોથી પોષના ડોડા કે ચૂરાનું ઔષધિ તરીકે સેવન કરે છે. માર્ચ 2016થી સરકારે લગાવેલા પ્રતિબંધથી તેમના જીવન જીવવાના અધિકારનું હનન થતુ હોવાની અરજી કરવામાં આવી છે.
2
રાજ્યના ત્રણ જીલ્લાઓના અલગ અલગ લોકોએ પોતે નશા વગર જીવન જીવી શકશે નહિ તેવી રજૂઆત સાથે અપીલ કરી છે. સિંગલ જજના હુકમ સામે થયેલી આ અપીલના પગલે હાઇકોર્ટની ખંડપીઠે સરકારને નોટીસ પાઠવી છે.
3
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીને લઈને કડક કાયદાઓ કરવામાં આવ્યા છે, ત્યારે ગાંધીના ગુજરાતમાં નશાના બંધાણીઓને નશો કરવાની છૂટ આપવાની માંગ સાથે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરવામાં આવી છે.