જામનગરના આ યુવક-યુવતીએ અનોખી રીતે લગ્ન કર્યાં, જાણો વિગત
જામનગરનાં આ યુગલે અનોખી રીતે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી છે. જામનગરમાં 26મી જાન્યુઆરીનાં દિવસે હરેશ સતિષભાઈ વસાણી નામનાં વરરાજા સવારે લગ્ન કરવા જાન લઈને નીકળ્યાં અને કન્યા ખુશ્બૂ ભરતકુમાર ઓધવાણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે જામનગરમાં એક યુગલે પોતાના નવી જિંદગીની શરૂઆત કરતાં પહેલાં જ રાષ્ટ્રગીત ગાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. તમને જોઈને નવાઈ લાગશે કે, આ શું વરરાજનાં હાથમાં તલવારની જગ્યાએ રાષ્ટ્રધ્વજ? પણ આ વાત સાચી છે. સમગ્ર દેશમાં 70માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે.
જામનગર: 26મી જાન્યુઆરી એટલે કે ભારતનાં 70માં પ્રજાસત્તાક દિવસે સૌ કોઈ રાષ્ટ્રગીત ગીત અને ધ્વજવંદન કરીને ઉજવણી કરી રહ્યાં હોય છે. ત્યારે જામનગરમાં એક યુગલે પ્રભુતામાં પગલાં માંડે તે પહેલાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને તેમની લગ્નવિધિ પૂર્ણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -