ભુજ: કાર-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, માતાની નજર સામે જ ભાઈ, પુત્ર સહિત ત્રણનાં મોત
કાર ચાલક મૃતક સલીમ સલમાબેનનો ભાઇ થાય છે જ્યારે સોહેબ પુત્ર અને રૈહાન ભાણેજ થાય છે, એક સાથે ત્રણ લોકોનાં મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે સલમાબેન અલીમામદ કુંભાર તથા તેમનો પાંચ વર્ષના પુત્ર સાહિલને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતામાં એક સાથે ત્રણ લોકોનાં મોતથી હોસ્પિટલ ખાતે મુસ્લીમ સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા. મહિલાઓમાં આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ દુર્ધટનામાં ઘાયલ સલમાબેનની નજર સમક્ષ તેના ભાઇ, પુત્ર અને ભાણેજનું કંમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
પોલીસ મથકના એએસઆઇ ગોપાલભાઇ ખાખલાના જણાવ્યા પ્રમાણે અકસ્માતનો બનાવ સવારે આઠ વાગ્યાના અરસામાં કનૈયાબે ગામ પાસે એ એમ ડબ્લ્યુ કંપની સામેના રોડ પર થયો હતો. જેમાં રાપર તરફથી ભુજ આવી રહેલ જી.જે.12 બીઆર 9534 નંબરની સ્વીફ્ટ કાર ટ્રક નંબર જી.જે.12 7857વાળી સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
રાપરથી ભુજ આવી રહેલા મુસ્લિમ પરિવારના સલીમ હુશેન કુંભાર, સોહેબ અલીમામદ કુંભાર, રૈહાન રમજાન કુંભારને ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નિપજ્યું હતું.
ભુજ: ગુરૂવારે સવારે ભુજ તાલુકાના કનૈયાબે નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે માતા-પુત્રને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની આગળના ભાગનો ભુક્કો થઈ ગયો હતો. ઘટનાની જાણ જતાં મુસ્લીમ સમાજના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -